Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં આગમી ત્રણ કલાકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ આગાહી

12:39 PM May 30, 2023 | Hiren Dave
ગુજરાતમાં અત્યારે ચોમાસા જેવો માહોલ સર્જાઇ ગયો છે, છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, હવે આ વરસાદને લઇને આજે પણ મોટુ અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આજે પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન અંગે આજે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે.
હવામાન અપડેટ પ્રમાણે, આજે ફરી એકવાર રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આજે રાજ્યમાં અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની પડવાની આગાહી છે. વરસાદની સાથે સાથે આજે 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફંકાશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી ગુજરાતનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.