+

IPL ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ! અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ

અમદાવાદ ખાતે આજે (રવિવાર) ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની IPL FINAL પર ક્રિકેટ જગતની નજર છે, પરંતુ આઈપીએલ પર મેઘાનું સંક્ટ મંડરાયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ…

અમદાવાદ ખાતે આજે (રવિવાર) ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની IPL FINAL પર ક્રિકેટ જગતની નજર છે, પરંતુ આઈપીએલ પર મેઘાનું સંક્ટ મંડરાયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના બોપલ, ઘુમા, પ્રહ્લાદ નગર, શ્યામલ, વેજલપુર વગેરે વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો છે.

•  ગુજરાત-ચેન્નાઈની મેચમાં વરસાદ બન્યો વિલન, મેચ મોડી શરૂ થશે

• IPLની ફાઈનલ મેચ પહેલા અમદાવાદમાં જોરદાર વરસાદ

ધોની તેના કરિયરમાં અત્યાર સુધી 249 IPL મેચ રમી ચુક્યો છે

આ સાથે IPLના ઈતિહાસમાં એક એવો અદ્ભુત રેકોર્ડ બની ગયો છે જે આજ સુધી બન્યો ન હતો. આ રેકોર્ડ આ સીઝનની લીગની શરૂઆતની મેચ અને ફાઈનલ સાથે સંબંધિત છે. ધોની તેના કરિયરમાં અત્યાર સુધી 249 IPL મેચ રમી ચુક્યો છે. જ્યારે આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા 243 મેચ સાથે બીજા નંબર પર છે.

 

ધોનીની કેપ્ટનશીપમાં 10મી ફાઈનલમાં રમશે ચેન્નઈ 

ચેન્નઈ સુપર કિંગ આઈપીએલમાં અત્યાર સુધી ધોનીની કેપ્ટનશીપમાં 9 વખત ફાઈનલ રમી ચુક્યો છે. જેમા ટીમે 4 માં જીત મેળવી ટાઇટલ જીત્યું હતું અને 5 ટાઇટલ મેચ હારી હતી. આજે સીએસકે ધોનીની કેપ્ટનશીપમાં 10મી વખત ફાઈનલ મુકાબલો જામશે. જો ચેન્નઈ આ મેચ જીતી લે છે તો સૌથી વધારે 5 રેકોર્ડ જીતવામાં મુંબઈ ઈન્ડિયનની બરાબરી કરી લેશે. ચેન્નઈ અત્યાર સુધી 4 ટ્રોફી જીતી ચુક્યુ છે.

આ પણ  વાંચો-આ યુવા ખેલાડીની WTCની ફાઇનલમાં થઇ એન્ટ્રી, ઋતુરાજ ગાયકવાડને કરશે રિપ્લેસ

 

Whatsapp share
facebook twitter