Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે આજે રમાશે પ્લેઓફની પહેલી મેચ, વરસાદ બની શકે છે વિલન

03:46 AM Apr 26, 2023 | Vipul Pandya

IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો આજે આમને-સામને જોવા મળશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. ગુજરાતે તેની લીગમાં 14માંથી 20 મેચ જીતી છે. આ સાથે જ રાજસ્થાન પણ નવ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી ગયું છે. સંજુ સેમસન રાજસ્થાનની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
IPL 2022માં આજે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આ મેચ રમાવાની છે. IPL 2022 ની પ્રથમ મેચ કોલકાતામાં યોજાવા જઈ રહી છે. પોઈન્ટ ટેબલમાં નંબર વન ક્રમાંકિત ગુજરાત ટાઈટન્સ અને બીજા નંબરની રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ઘણી મહત્વની બની રહી છે. આજની મેચમાં જે પણ ટીમ જીતશે તે ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. આ સાથે મોટી વાત એ છે કે વિજેતા ટીમને આજની મેચ બાદ લગભગ પાંચ દિવસનો બ્રેક મળશે, જેથી ટીમ ફાઈનલ માટે પૂરતી તૈયારી કરી શકશે. બીજી તરફ, આજે જે ટીમ હારે છે તે બહાર નહીં થાય, પરંતુ તેને વધુ એક મેચ રમવા મળશે.
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમે તેની પ્રથમ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમની સૌથી મોટી તાકાત એ છે કે, ટીમમાં ઘણા મેચ વિનર છે. ક્યારેક રાશિદ ખાન કમાલ કરે છે, તો ક્યારેક હાર્દિક પંડ્યા મેચ જીતાડે છે. ક્યારેક ડેવિડ મિલર તો ક્યારેક રાહુલ તેવટિયા ટીમ માટે વરદાન સાબિત થાય છે. ટીમની તાકાત એ પણ છે કે તેમની સાથે આશિષ નેહરા જેવો કોચ છે, જે સતત ક્રિકેટ અને તકને સમજે છે, તેનાથી કેપ્ટનનું કામ સરળ થઈ જાય છે. ટીમની તાકાત રાશિદ ખાન પણ છે, જે કોઈપણ સ્થિતિમાં વિકેટ લેવા માટે જાણીતો છે. બીજી તરફ, મોહમ્મદ શમી શરૂઆતમાં પોતાનું કામ કરે છે.

રાજસ્થાન રોયલ્સે આ IPLમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે તેની 14 લીગ મેચોમાંથી 9 જીતી છે એટલે કે ટીમ 18 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ટીમની સૌથી મોટી તાકાત જોસ બટલર છે જેણે શાનદાર ફોર્મ બતાવ્યું છે. જો કે તેનું બેટ છેલ્લી કેટલીક મેચોથી શાંત છે, પરંતુ જો તે ચાલશે તો ટીમ માટે જીત મેળવવી આસાન બની જશે. સાથે જ ટીમ પાસે રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં શાનદાર સ્પિન જોડી છે. આ બંને બોલરો વિરોધી ટીમના બેટ્સમેનોને વચ્ચેની ઓવરમાં વધુ રન બનાવવા દેતા નથી. આ સાથે ટ્રેન્ટ બોલ્ટ જેવો ઘાતક ફાસ્ટ બોલર પણ ટીમ માટે મેચ વિનર સાબિત થઇ શકે છે. તેઓ શરૂઆતમાં આંચકો આપે છે, જેનાથી સામેની ટીમ દબાણમાં રહે છે.

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. IPLની આ સિઝનની આ પહેલી પ્લેઓફ મેચ છે જે સૌથી ખરાબ સ્થિતિમાં ઈડન ગાર્ડન્સમાં યોજાવા જઈ રહી છે. તે રદ પણ થઈ શકે છે કારણ કે મંગળવારે કોલકાતામાં દિવસભર વરસાદની સંભાવના છે. AccuWeather અનુસાર, દિવસ દરમિયાન અને પછી સાંજે વાવાઝોડાની સંભાવના છે. તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
ઈડન ગાર્ડન્સની વોટર ડ્રેનેજ સિસ્ટમ શાનદાર છે, CAB એ પહેલાથી જ સમગ્ર મેદાનને આવરી લીધું છે, પરંતુ તે પૂરતું નથી. સવારે અને બપોરે બે કલાકથી વધુ સમય સુધી ભારે વરસાદની સંભાવના છે અને આકાશ 58 ટકા વાદળછાયું રહેવાની સંભાવના છે. વળી આ વાતાવરણ રાત્રિ સુધી રહેવાની ધારણા છે. આજની મેચ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. જો વરસાદને કારણે મેચમાં વિક્ષેપ આવે તો સુપર ઓવર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવશે.