Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાહુલ ગાંધી- લાલુ યાદવ મુગલો જેવા છે, શ્રાવણ મહિનામાં પણ મટન ખાય છે અને હિન્દુત્વની વાતો કરે છે

05:10 PM Apr 12, 2024 | KRUTARTH JOSHI

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે INDIA ગઠબંધન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે રાહુલ ગાંધી અને લાલુ યાદવ પર નિશાન સાધ્યું હતું. PM મોદીએ દાવો કર્યો કે, રાહુલ ગાંધી અને લાલુ યાદવે શ્રાવણના મહિનામાં મટન રાંધીને ખાધું હતું. તેમને આ દેશની બહુમતી વસ્તીની લાગણીઓની કોઇ જ પરવાહ નહોતી. વડાપ્રધાન મોદીએ બંન્નેનું નામ લીધા વગર તેમને મુલગો સાથે સરખામણી કરી દીધી હતી. તેમણે કહ્યું કે, તેઓ લોકલાગણીને દુભાવવા અને બહુમતી વસ્તીની લાગણીઓ સાથે રમત કરવાના પ્રયાસો કરતા રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં રેલી સંબોધિત કરી

વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં રેલી સંબોધિત કરતા દાવો કર્યો કે, ગત્ત વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન વાયરલ થયેલા વીડિયોનો આધારે આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ વાયરલ વીડિયોમાં આરજેડી લીડર લાલુ યાદવ અને સિનિયર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે બેસીને મટન રાંધી રહ્યા હોય તેવું જોઇ શકાય છે. પીએમ મોદીએ દાવો કર્યો કે, કોંગ્રેસ અને INDI ગઠબંધનના લોકો દેશના બહુમતી લોકોની જરા પણ પરવાહ કરતા નથી. જે વ્યક્તિને કોર્ટે દોષીત ઠેરવી દીધો છે અને સજા બાકી છે અને જામીન પર બહાર હોય તેવા ક્રિમિનલના ઘરે જાય છે. તેની સાથે બેસીને બંન્ને સાથે બેસીને શ્રાવણ જેવા પવિત્ર માસમાં મટન રાંધે છે અને ખાય છે. આટલું જ નહી પરંતુ તેઓ આ રાંધતા હોય તેનો વીડિયો પણ બનાવે છે અને દેશના કરોડો લોકોની લાગણી દુભાવે છે.

બહુમતી લોકોની લાગણી સાથે મજાક કરવાનો વિપક્ષનો ઇરાદો

પીએમ મોદીએ દાવો કર્યો કે, આ લોકોનો ઇરાદો દેશના બહુમતી લોકોની લાગણી સાથે રમત કરવાનો છે. જેવું મુગલો પણ સદીઓ પહેલા કરતા હતા. કાયદો કોઇના ખાવા પિવા પર પ્રતિબંધ નથી મુકતો પરંતુ લોકોની લાગણીઓનો ખ્યાલ રાખવો જરૂરી છે. મુગલોએ જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે તે લોકો પણ આવી જ હરકતો કરતા હતા. INDI ગઠબંધનના નેતાઓ પણ આ પ્રકારે વીડિયો બનાવીને તેવું જ કરી રહ્યા છે.

નવરાત્રી જેવા તહેવારમાં માછલી ખાઇને બહુમતીની લાગણી સાથે રમત

વડાપ્રધાન મોદીએ તેજસ્વી યાદવના વીડિયો અંગે પણ જણાવ્યું કે, નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં માછલીઓ ખાવી કેટલી હદે યોગ્ય છે. ખાવ તે તમારા સંસ્કાર હોય તે તમે ખાઇ પણ શકો છો પરંતુ તેનો વીડિયો બનાવીને તમે લાખો લોકોની આસ્થા સાથે મજાક કરી રહ્યા છે. તમે કરોડો લોકોની લાગણી સાથે મજાક કરીને શું સાબિત કરવા માંગો છો? અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા આ લોકોને સિઝનલ સનાતની ગણાવ્યા હતા. જો કે બીજી તરફ તેજસ્વી યાદવે સ્પષ્ટતા કરી કે, આ વીડિયો 8 એપ્રીલનો છે જ્યારે નવરાત્રી 9 એપ્રીલથી શરૂ થવા જઇ રહી છે.

અમે રામ મંદિરને મુદ્દો નથી બનાવી રહ્યા

વડાપ્રધાન મોદીએ રામ મંદિર મામલે વિપક્ષના વલણની પણ ટિકા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, કોંગેસ કહી રહી છે કે, રામ મંદિર ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યા છીએ. પરંતુ રામ મંદિર ક્યારેય પણ ચૂંટણીનો મુદ્દો હતો નહી કે બનશે પણ નહી. રામ મંદિરનો મામલો તો ભાજપનો પણ જન્મ નહોતો તે પહેલાનો છે. જ્યારે આક્રાંતાઓ દ્વારા આપણી આસ્થાનું કેન્દ્ર તોડી પાડવામાં આવ્યું ત્યારે સેંકડો લોકોએ પોતાનું લોહી રેડ્યું અને મંદિર બચાવવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ અને તેના સાથી પક્ષના નેતાઓ આલિશાન બંગ્લાઓમાં રહે છે. જ્યારે રામ લલા ફાટેલા તુટેલા ટેન્ટમાં રહેતા હતા. હવે તેઓ ભવ્ય રામ મંદિરમાં રહે છે.