+

આ અભિનેત્રીના સેક્સને લઈને ઉઠ્યા હતા સવાલો, પિતાએ કરણ જોહર સામે કર્યો હતો કેસ

અહેસાસ ચન્ના આજે તેનો 22મો જન્મદિવસ ઉજવી રહી છે .અહસાસ ચન્ના OTT પ્લેટફોર્મની ડિમાન્ડીંગ સુપરસ્ટાર છે. જીતુ ભૈયા સાથે કોટા ફેક્ટરીમાં જોવા મળેલી એહસાસ ગર્લીયાપા જેવી ઘણી યુટ્યુબ ચેનલો માટેની સિરિઝ અને  શોર્ટ વીડિઓ માટે કામ કર્યું છે. અહસાસે તેની બોલિવુડ કરિયરની શરુઆત વર્ષ 2005માં સુષ્મિતા સેન સાથેની ફિલ્મ વાસ્તુશાસ્ત્રથી બાળ કલાકાર તરીકે  કરી હતી. એહસાસ તે સમયે માત્ર 5 વર્ષની હતી. ત
અહેસાસ ચન્ના આજે તેનો 22મો જન્મદિવસ ઉજવી રહી છે .અહસાસ ચન્ના OTT પ્લેટફોર્મની ડિમાન્ડીંગ સુપરસ્ટાર છે. જીતુ ભૈયા સાથે કોટા ફેક્ટરીમાં જોવા મળેલી એહસાસ ગર્લીયાપા જેવી ઘણી યુટ્યુબ ચેનલો માટેની સિરિઝ અને  શોર્ટ વીડિઓ માટે કામ કર્યું છે. 
અહસાસે તેની બોલિવુડ કરિયરની શરુઆત વર્ષ 2005માં સુષ્મિતા સેન સાથેની ફિલ્મ વાસ્તુશાસ્ત્રથી બાળ કલાકાર તરીકે  કરી હતી. એહસાસ તે સમયે માત્ર 5 વર્ષની હતી. તે પછી તેણે શાહરુખ ખાન સાથે કભી અલવિદા ના કહેના, આર્યન અને માય ફ્રેન્ડ ગણેશા જેવી ફિલ્મોમાં પણ બાળ કલાકાર તરીકે કામ કર્યું. પરંતુ લોકપ્રિયતા સાથે કોન્ટ્રાવર્સી આવે જ છે, એક સમય હતો જ્યારે એહસાસના પિતાએ કરણ જોહર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
એહસાસ તેનો 22મો જન્મદિવસ ઉજવી રહી છે. એવું કહેવાય છે કે એહસાસના માતા-પિતા બાળપણથી જ અણબનાવના કારણે અલગ રહેતા હતા. એહસાસના પિતા ઈકબાલ સિંહ ચન્ના પંજાબી ફિલ્મ નિર્માતા છે, જ્યારે માતા કુલબીર કૌર ટેલિવિઝન અભિનેત્રી છે. એહસાસના પિતા ઈકબાલે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
ઈકબાલ સિંહે આરોપ લગાવ્યો હતો કે કરણ જોહરે પિતાને જાણ કર્યા વગર દીકરીનું કાસ્ટીંગ કર્યું હતું. અહસાસે કરણ જોહરની કભી અલવિદા ના કહેના ફિલ્મમાં શાહરૂખના પુત્રની ભૂમિકા ભજવી હતી. એહસાસના પિતાએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જેમાં લખ્યું હતું કે તેમની પત્નીને પિતાની પરવાનગી વગર પુત્રીને વિદેશ મોકલવા પર કોર્ટે રોક લગાવવી જોઈએ.
એહસાસના પિતાએ તેની માતા પર આ આરોપ લગાવ્યો હતો કે પૈસા કમાવવા માટે કુલબીરે એહસાસને પૈસા કમાવવાનું મશીન બનાવ્યું છે. કુલબીર એહસાસના અભ્યાસમાં પૂરેપૂરું ધ્યાન નથી આપતી. એટલું જ નહીં તેણે જાનકી દેવી સ્કૂલ (જ્યાં એહસાસે અભ્યાસ કર્યો હતો)ને શાળાને પણ નોટિસ પણ મોકલી હતી કે કેવી રીતે તેમણે તેમની પુત્રીને તેના પિતાની પરવાનગી વિના વિદેશ જવા માટે  રજા આપી દીધી. એહસાસના પિતાએ કહ્યું હતું કે તેની પુત્રી તેની માતાના કારણે તેનો અભ્યાસ બગાડે છે. 
એહસાસે લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્યું  તેવી  અફવા
એહસાસે બાળપણમાં કરેલી તમામ ફિલ્મોમાં માત્ર છોકરાઓની ભૂમિકા ભજવી છે. તેની વાણી અને પહેરવેશ બધા છોકરાઓ જેવા જ હતા. તેના પિતા ઈકબાલે તેની પત્ની કુલબીર પર આરોપ લગાવ્યો હતો કે તે અહેસાસને છોકરાની જેમ રહેવા દબાણ કરે છે. કુલબીર એહસાસને ઈરાદાપૂર્વક છોકરાઓનો રોલ અપાવે છે. એહસાસ પર આ વિવાદ લાંબા સમયથી ચાલ્યો હતો. કે તે ખરેખર છોકરો છે કે છોકરી. ઘણા લોકોએ  અહેસાસ પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેણે 6 વર્ષની ઉંમરે સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવ્યું હતું.
જો કે અહેસાસે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે લોકોને એક મોટી ગેરસમજ હતી કે હું છોકરો છું અને મેં 6 વર્ષની ઉંમરે સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવ્યું હતું અને હું એક છોકરી બની ગયો. જે બિલકુલ સાચું નથી. હું હંમેશા એક છોકરી હતી, અને છું.આ ગેરસમજણો વધતી જોઈ, એહસાસે ત્યારથી છોકરાઓના રોલ કરવાનું બંધ કરી દીધું હતું. અહેસાસે રામ ગોપાલ વર્માની ફિલ્મ વાસ્તુશાસ્ત્રમાંથી છોકરાની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું અને આ અફવાઓ પછી, ત્યારબાદ રામ ગોપાલ વર્મા હતા જેમણે તેમની ફિલ્મ ફુંકમાં પ્રથમ વખત અહેસાસને છોકરીની ભૂમિકા આપી હતી. ત્યારબાદ એહસાસે ક્યારેય છોકરાની ભૂમિકા ભજવી નથી. 
Whatsapp share
facebook twitter