Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તળાજાની નેસવડ પ્રા. શાળામાંથી પ્રશ્નપત્ર ચોરવાની ઘટનામાં ચાર બાળકોની સંડોવણી

01:34 PM May 02, 2023 | Vipul Pandya

ગુજરાતમાં પેપર લીક કૌભાંડએ ભરડો લીધો છે.  હજુ આ મુદ્દો શાંત થયો નથી ત્યાં તો રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં પેપર ચોરીનો બનાવ બન્યો છે. ભાવનગરના તળાજાના નેસવડ ગામે પ્રાથમિક શાળામાં પેપરની ચોરી થઈ છે. એક તરફ પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ શાળામાંથી પેપર ચોરાતા શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતામાં વધારો થયો છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે શાળાના ત્રણથી ચાર બાળકોએ ચોરી કરી હતી. પોલીસ સમગ્ર મામલાની હાલ તપાસ કરી રહી છે અને બાળકોની પૂછપરછ પણ શરુ કરવામાં આવી છે. 
તળાજા તાલુકાની નેસવડ પ્રા. શાળા માંથી  ધોરણ 7 અને 8ના પરીક્ષાના પેપર સ્કૂલમાંથી ચોરી થઈ હતી. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને સ્કૂલના આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પેપર ચોરી મામલે મોડીરાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોધાતાં ભાવનગર LCBની ટીમ અને પોલીસ કાફલો નેસવડા ગામે તપાસ અર્થે પહોંચ્યો હતો. 
બે દિવસ પૂરતી પરીક્ષા રદ્દ
સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે. સરકારી શાળાઓમાં બોર્ડ પરીક્ષા પદ્ધતિ મુજબ એક સરખા પ્રશ્નપત્રો જ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લેવાય છે. ભાવનગરના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થઈ હોવાથી 22 અને 23 એપ્રિલના રોજ યોજાનાર ધોરણ 7ની પરીક્ષા સરકારે રદ્દ કરી છે. સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા યોજાશે. આ ઉપરાંત અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ લેવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં ફક્ત ગુજરાતી માધ્યમની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.