Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેન પર પરમાણુ હુમલાને લઈને પુતિને કર્યું આ એલાન

08:30 PM Apr 25, 2023 | Vipul Pandya

યુક્રેનમાં ઘણા સમયથી યુદ્ધ લડી રહેલા રશિયાએ હવે એક મોટી જાહેરાત કરીને દુનિયાને રાહત આપી છે. રશિયાના પ્રમુખ પુતિને એવું જણાવ્યું કે યુક્રેન પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો રશિયાનો કોઈ ઈરાદો નથી. રશિયા જે રીતે યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યું છે તે જોતા લાગતું હતું કે તે ગમે ત્યારે યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે છે પરંતુ હવે પુતિને સ્થિતિ સ્પસ્ટ કરી નાખી છે. 


પરમાણુ હુમલાની ચર્ચાને પુતિને વિરામ આપ્યો
છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે છે અને તેને માટે ન્યૂક્લિયર ફોર્સને પણ ઉતારી છે પરંતુ આ બધી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતા પુતિને સ્પસ્ટ કહ્યું કે રશિયાની યુક્રેન પર પરમાણુ હુમલાની કોઈ યોજના નથી. 

પશ્ચિમી દેશોએ ગંદી રમત રમી 

પુતિને કહ્યું કે દુનિયાભરની મહાસત્તાઓ કહેવાતા પશ્ચિમી દેશોએ એક રમત ખેલી છે પરંતુ આ રમત ખતરનાક અને લોહિયાળ છે અને હું તેને ગંદી કહીશ. 

અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર પણ જવાબ ન મળ્યો-પુતિન 
પુતિને કહ્યું કે અમે રણનીતિક સ્થિરતા માટે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છીએ પરંતુ અમેરિકાએ કોઈ જવાબ આપ્યો  નથી.