Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PSL 2024 : પાકિસ્તાનના આ ક્રિકેટરના પરિવાર સાથે થયું ગેરવર્તન

08:36 AM Feb 28, 2024 | Hardik Shah

PSL 2024 : પાકિસ્તાનમાં તાજેતરમાં T20 ટૂર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગ (PSL) ચાલી રહી છે. આ મેચમાં જ્યા ખેલાડીઓ રમતની મજા માણી રહ્યા છે તો બીજી તરફ તેમના પરિવાર સાથે ગેરવર્તન (Misbehaviour) કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જીહા, અમે અહીં પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરો (Former Cricketers) ની વાત કરી રહ્યા છીએ, જેમના પરિવારજનો સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. બે દિગ્ગજ ખેલાડીઓ મોહમ્મદ આમિર (Mohammad Amir) અને ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન મોઈન ખાન (Moin Khan) ના પરિવાર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે.

ક્રિકેટરના પરિવાર સાથે ગેરવર્તણૂક

જણાવી દઈએ કે, જે ત્રણ ક્રિકેટરોના પરિવારો સાથે દુર્વ્યવહાર થયો તે છે મોહમ્મદ આમિર, મોઈન ખાન અને ઉમર અમીન. આ ત્રણેય ખેલાડીઓના પરિવારજનો ક્વેટા ગ્લેડીયેટર્સ અને મુલ્તાન સુલ્તાન વચ્ચે ચાલી રહેલી મેચ જોવા માટે મુલતાન ગયા હતા. આ મામલા બાદ મોહમ્મદ આમિરે મુલ્તાનના ડેપ્યુટી કમિશનર પર તેના પરિવારના સભ્યો સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલરે આ મામલે હવે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફ પાસે કાર્યવાહીની માંગ કરી છે. આમિરે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. તેણે X પર લખ્યું- મુલ્તાનના ડેપ્યુટી કમિશનરના અસ્વીકાર્ય વર્તનથી આઘાત લાગ્યો, જેણે મારા પરિવાર સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું અને ખૂબ જ અયોગ્ય રીતે વાત કરી અને મેચની વચ્ચે જ તેમને તેમની સીટ પરથી હટાવી દીધા. આ સત્તાનો દુરુપયોગ છે અને તેને બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં. મહેરબાની કરીને તમામ સત્તાવાળાઓને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરું છું @MaryamNSharif કૃપા કરીને મને આશા છે કે તમે પગલાં લેશો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ સાથે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ બાદ આમિરે થોડા વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ઘણા ક્રિકેટરો અને બોર્ડના અધિકારીઓએ તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી અને પૂર્વ PCB અધ્યક્ષ નજમ સેઠીએ પણ તેમને પાકિસ્તાન ક્રિકેટમાં પાછા ફરવા વિનંતી કરી હતી, પરંતુ ફાસ્ટ બોલરે ઇનકાર કર્યો હતો. તે હજુ પણ વિશ્વભરની T20 લીગમાં સક્રિય છે. આમિર બ્રિટિશ નાગરિક બનવાની અણી પર છે કારણ કે તેની પત્ની યુરોપિયન દેશની છે અને તેણે નાગરિકતા માટે અરજી કરી છે.

આ પણ વાંચો – PM Modi : મોહમ્મદ શમીની ઝડપી રિકવરી માટે PM મોદીએ કરી કામના, સોશિયલ મીડિયા પર આપ્યો આ સંદેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ