Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

TRB જવાનોને ફરજ મુકત કરવાના નિર્ણયનો વિરોધ

05:37 PM Nov 21, 2023 | Maitri makwana

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગોંડલ શહેરમાં ટી.આર.બી જવાનોને ફરજ મુક્ત કરવાના રાજ્ય સરકારે કરેલા નિર્ણયના વિરોધમાં બાઈક રેલી કાઢી જુદા-જુદા રાજમાર્ગો ઉપર ફરી પ્રાંત કચેરીએ પહોંચી જવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રાજય સરકારનો નિર્ણય પાછો ખેંચે તેવી માંગ કરી છે.

રાજ્યભરમાં TRB જવાનોમાં નારાજગી પ્રસરી

TRB જવાનોએ આવેદનપત્રમાં જણાવેલ કે, રાજ્યના તમામ જીલ્લાઓ અને તાલુકાઓમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો માનદ વેતનથી ઘણા લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. ત્રણ વર્ષ ઉપરથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ક્રમશ તાત્કાલિક અસરથી છુટા કરવા તથા છુટા કરેલા ટ્રાફિક બ્રિગેડને ફરીથી નિમણુક ના કરવી તથા ખાલી રહેલી જગ્યા ઉપર નવા સભ્યોની નિમણુક કરવી. આ નિર્ણય સામે રાજ્યભરમાં જવાનોમાં નારાજગી પ્રસરી છે.

માનદ સેવક તરીકે સેવા આપી

આ નિર્ણય યોગ્ય ના હોવાથી અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ છેલ્લા ૫ કે ૧૦ વર્ષથી પોતાના જીવનની કારકિર્દી બનાવાના અમુલ્ય સમય તેમણે માનદ સેવક તરીકે સેવા આપી હોવાથી અને ફક્ત રૂા.૩૦૦ જેવા નજીવા દરે ફરજ બજાવતાં હોય છે. છુટા કરવાના આદેશને પગલે જવાનો ફીકસ પગારમાંથી પણ બેરોજગાર થયાં હોવાનું વસવસો કરી રહ્યા છે.

સરકાર દ્વારા રોજગાર અંગે નવી તકો ઉભી કરવામાં આવે

વધુમાં હાલ સરકાર દ્વારા રોજગાર અંગે નવી તકો ઉભી કરવામાં આવે છે. પરંતુ આ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ટ્રાફિક બ્રિગેડ જવાનોને તાત્કાલીક અસરથી છુટા કરવું તે નિર્ણયનુ ગુજરાત રાજ્યના તમામ ટ્રાફિક બ્રિગેડ જવાનો સખ્ત વિરોધ દર્શાવીને સરકારને નમ્ર અપીલ કરવામાં આવી છે. આ ફક્ત ગુજરાત રાજ્યના ૬૪૦૦ જેટલા ટ્રાફિક બ્રિગેડનુ નહિ પણ પરીવારોને ધ્યાનમાં રાખીને નિર્ણય અંગે ફેર વિચારણા કરીને તા.૧૮ નો આદેશ પરત ખેંચે તેવી લાગણી અને માંગણી કરવામાં આવી છે.

TRB જવાનો ફરજ બજાવી ટ્રાફિક કલીયર કરતાં હોય છે

શહેરની ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધતી જતી હોવાના કારણે મોટાભાગના વિસ્તારોમાં TRB જવાનો પોલીસ સાથે ફરજ બજાવી ટ્રાફિક કલીયર કરતાં હોય છે. ત્યારે ગોંડલ શહેરમાં એકબાજુ હાઈકોર્ટેના નિર્ણયને લઈને બન્ને મોટાપુલ બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે વારંવાર ટ્રાફિક સમસ્યાથી ચકકાજામ જેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે.

ટ્રાફિક સમસ્યાનો બોજ ફરી પાછો પોલીસ જવાનો ઉપર આવશે

એકબાજુ શહેરને બે ઝોનમાં વહેચણી કરવામાં આવી છે A ડીવીઝન અને B ડીવીઝન એમાં પણ પોલીસ સ્ટાફ ધટ હોય ત્યાજ અધુરામાં પુરૂ ટ્રાફિક સમસ્યાનો વધુ પડતો બોજ ફરી પાછો પોલીસ જવાનો ઉપર આવશે. વધતી જતી વસ્તીને કારણે પોલીસની દોડાદોડી વધી છે અને ACમાં બેસતાં મોટા અધિકારીઓ રીપોર્ટ માંગતા મોડું થાય તો ન સાંભળવાનું સંભળાય છે. જેથી આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ઉકેલ કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે.

આ પણ વાંચો – સાયન્સ સિટી ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’નો પ્રારંભ