Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહિલા સાથે દુષ્કર્મ કરનાર 2 પોલીસકર્મી સહિત 4 સામે નોંધાયો ગુનો

03:01 PM Feb 16, 2024 | Hardik Shah

તોડકાંડમાં બદનામ થયેલી ઉના પોલીસ (Police) પર વધુ એક કલંક લાગ્યો છે. ગીર સોમનાથ પોલીસ (Gir Somnath Police)માં રહેલા અસંખ્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને કારણે છાસવારે શર્મશાર થતો ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લો આજે ફરી વધુ એક વાર શર્મશાર થયો છે.

ઉના પોલીસ સ્ટેશન ASP સમક્ષ પીડિત મહિલાએ કરેલ ફરિયાદ મુજબ પોતાના પતિ દેશી દારૂનો ધંધો કરતા હતા, અને પોતાના પરિવારનું ગુજરાન ચાલતું હતું. પરંતુ પોતાના પતિનું મૃત્યુ થતાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આ મહિલા પોતે દારૂનો ધંધો કરતી હતી. ત્યારે સલીમ મકરાણી (Salim Makrani) અને મોહન મકવાણા (Mohan Makwana) નામના બે પોલીસ હેડ કોન્સ્ટેબલોએ હપ્તો બાંધવા માટે રૂબરૂ મુલાકાત કરી હતી. હપ્તો નક્કી કર્યા મુજબ મહિલા તેમને રૂપિયા ચૂકવતી હતી. ત્યારબાદ આ પોલીસમેનો જેમાં સલીમ મકરાણી તેમજ મોહન મકવાણા આ મહિલાની નજીક પરિચયમાં આવ્યા અને મહિલાને ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવતા અને તેના પર દુષ્કર્મ કરતાં હતા.

સલીમ અને મોહન બાદ અન્ય બે વ્યક્તિ જેમાં “હનીફ શાહમદાર “હોમગાર્ડ” અને પરેશ સિંગોડ પણ પોલીસ સાથે પીડિત મહિલાના પરિચયમાં આવતા તેઓએ પણ અલગ-અલગ જગ્યાએ આ મહિલા પર દુષ્કર્મ કર્યું હોવાનું મહિલાએ રૂબરૂ ઉના એએસપી જીતેન્દ્ર અગ્રવાલ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું હતું. મહિલા પોલીસને હપ્તો પણ આપતી સાથે પોતે શારીરિક દુષ્કર્મનો ભોગ પણ બનતી જે પોતે સહન ન કરી શકતા અંતે આ મહિલા એ પોલીસ ફરિયાદ કરી હતી.

ભ્રષ્ટાચારથી વગોવાયેલી ગીર સોમનાથ પોલીસને આજે અમુક કર્મચારીઓની નિમ્ન કક્ષાની હરકતથી વધુ ધૃણાસ્પદ સ્થિતિમાં મૂકી દેતા આ ચકચારી બનાવ અંગે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગીર ગઢડા પંથકની એક 27 વર્ષીય વિધવા મહિલા તારીખ 14 ના સાંજે ઉના એ.એસ.પીને એક ફરિયાદ અરજી આપવા રૂબરૂ આવ્યા હતા, અને આ ફરિયાદ અરજીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા તેમનું શારીરિક શોષણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ફરિયાદ અરજી પીડિતાએ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી હતી. પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈ તુરંત જ એક્શન મોડમાં આવી અને વેરાવળ ખાતે વીઆઈપી બંદોબસ્તમાં રહેલા એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલને તાત્કાલિક ઉના પહોંચી આ બનાવની તલસ્પર્શી તપાસ કરી અને જે કોઈ જવાબદારો હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી માટેના આદેશો કરવામાં આવેલો હતો.

જે અનુસંધાને એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલે ફરિયાદી મહિલાનો ઓન કેમેરા નિવેદન નોંધ્યું હતું અને નિવેદનના આધારે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ ipc ની કલમ 376 અને 354 મુજબ FRI નોંધવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ નોકરી કરતા અને ગીરગઢડાના નવાપરા વિસ્તારમાં રહેતા સલીમભાઇ દોસ્તમહમદભાઇ બ્લોચ-મકરાણી ફરીયાદીને ફોન ઉપર વોટ્સઅપમાં બીભત્સ મેસેજ કરી બીભત્સ માંગણી કરી ફરીયાદીને ઇચ્છા વિરુધ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી તેમજ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મોહનભાઇ નારણભાઇ મકવાણા રહે.સોનારી ગામ તેમજ ઉના હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હનીફભાઇ સતારભાઇ શાહમદાર રહે.ઉના કોર્ટ વિસ્તાર ઉપરાંત પોલીસની ખોટી ઓળખ આપતા ઉનાના કેસરિયા ગામના પરેશભાઇ ભીમાભાઇ શીંગોડ વિરુદ્ધ ગુન્હો નોંધી ચારેય આરોપીઓને રાત્રીના જ રાઉન્ડ અપ કરી લેવાયા છે.

આ બનાવમાં પ્રથમ મહિલાએ આપેલી ફરિયાદ અરજીમાં કમલેશ પીઠીયા નામના પોલીસ કર્મચારીએ પણ શારીરિક શોષણ કર્યાનું જણાવ્યું હતું, પરંતુ પીડિતાને જ્યારે આ પોલીસ કર્મચારીનો ફોટો બતાવ્યો તો તેણી એ ઇનકાર કર્યો હતો કે આ વ્યક્તિ નથી અને આમને ઓળખતી પણ નથી. પરંતુ પીડિતાના મોબાઈલમાં જેનો ફોટો હતો જેને પોલીસ કર્મચારી સમજતી હતી તે કેસરિયા ગામનો આરોપી પરેશ ભીમા શીંગોડ હતો જે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી મહિલાનું શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે. વધુ પુરાવાના કારણે આરોપી પરેશ શીંગોડ વિરુદ્ધ અલગથી વધુ એક ગુન્હો નોંધવામાં આવશે.

અહેવાલ – અર્જુન વાળા

આ પણ વાંચો – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રને આપી કરોડોની ભેટ, કર્યું સૌની યોજના લિંક-4 નું ખાતમુહૂર્ત

આ પણ વાંચો – આપવી હોય તો આખા ગુજરાતમાં દારૂની છૂટ આપો, Gift City માં જ શું કામ ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ