+

PRIYA SINGH CASE: પ્રેમિકા પર હુમલો કરનારા IASના પુત્ર સહિત 3 ને જામીન, ગઈકાલે જ થઈ હતી ધરપકડ

મહારાષ્ટ્રમાં પ્રેમિકાને કથિત રીતે કારથી કચડી નાખવાના આરોપ હેઠળ IASના પુત્રની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. જો કે, હવે માહિતી મળી છે કે આ મામલે IASના પુત્રને જામીન પણ મળી…

મહારાષ્ટ્રમાં પ્રેમિકાને કથિત રીતે કારથી કચડી નાખવાના આરોપ હેઠળ IASના પુત્રની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. જો કે, હવે માહિતી મળી છે કે આ મામલે IASના પુત્રને જામીન પણ મળી ગયા છે. આ સાથે બે અન્ય આરોપીઓને પણ જામીન આપવામાં આવ્યા છે. ઠાણેની એક કોર્ટે મુખ્ય આરોપી સહિત 3 લોકોને જામીન આપ્યા છે.

જણાવી દઈએ કે, મુંબઈની એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહે (PRIYA SINGH) તેના પ્રેમી પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. પ્રિયાએ આરોપ લગાવ્યો હતો કે IAS પુત્ર અશ્વજિત ગાયકવાડે (Ashwajit Gaekwad) તેણીને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. 11 ડિસેમ્બરે મુંબઈના ઘોડબંદર રોડ પર બનેલી ઘટનામાં આરોપી અશ્વજિત ગાયકવાડ, રોમિલ પાટીલ અને સાગર શેડગેની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના એક દિવસ બાદ સોમવારે ત્રણેયને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

મામલો બિચકતા SITની રચના કરાઈ હતી

પીડિત પ્રિયા સિંહે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ આરોપ લગાવ્યો હતો કે અશ્વજિત ગાયકવાડે તેણી પર હુમલો કર્યો. આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે બાદ આ મામલાએ રાજકીય રંગ લીધો. કારણ કે આરોપી ભાજપનો કથિત નેતા અને તેના પિતા મહારાષ્ટ્રના ટોચના બ્યુરોક્રેટ્સ છે. આ કેસ સામે આવતા અને હોબાળો થતા મહારાષ્ટ્ર સરકારે ડેપ્યુટી કમિશનર (DCP) અમર સિંહ જાધવની દેખરેખ હેઠળ SIT ની રચના કરી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના થતાં જ ટીમ એક્શનમાં આવી અને અશ્વજિત સહિત કુલ 3 લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો – અરવિંદ કેજરીવાલને EDએ ફરી સમન્સ પાઠવ્યું ,21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું

Whatsapp share
facebook twitter