Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ જર્મનીના પ્રવાસે, G-7 સમિટમાં લેશે ભાગ

02:12 PM Apr 18, 2023 | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીમાં યોજાનારી બે દિવસીય G-7 સમિટમાં ભાગ લેવા માટે આજે રાત્રે રવાના થશે. તે સમિટમાં ભાગ લેનારા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો અને ચર્ચાઓ કરશે. વડાપ્રધાન મોદી એક કોમ્યુનિટી પ્રોગ્રામમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે. 26 અને 27 જૂનના રોજ યોજાનારી આ સમિટમાં યુક્રેન-રશિયા યુદ્ધ, ઈન્ડો-પેસિફિકની સ્થિતિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, આબોહવા સહિતના મહત્વપૂર્ણ વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જર્મની મુલાકાત પહેલા પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જોન કિર્બીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ સમિટ માટે ભારત, ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, સેનેગલને આમંત્રણ આપવામાં આવ્યું છે. G7 પાસે કેટલીક એજન્ડા છે જે અમુક દેશોને લાગુ થશે. અમારો હેતુ સમાન સિદ્ધાંતો અને પહેલ સાથે દેશોને એક કરવાનો છે.
જ્હોન કિર્બીએ કહ્યું, G-7 જળવાયુ પરિવર્તન, ઉર્જા અને ખાદ્ય સુરક્ષા જેવા મુદ્દાઓ પર આગળ વધવા માંગે છે. તેમણે કહ્યું, મેં પહેલા જ કહ્યું છે કે આ કોન્ફરન્સનો હેતુ આ દેશોને રશિયાથી અલગ કરવાનો નથી. તેના બદલે, તે સમાન એજન્ડા ધરાવતા દેશોને સાથે લાવવાનો છે.
G-7 ગ્રુપ  વિશ્વના સાત સૌથી ધનિક દેશોનું ગ્રુપ છે. જેનું નેતૃત્વ હાલમાં જર્મની કરે છે. આ ગ્રુપમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને અન્ય ઘણા ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.