Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સૌથી મોટી ઘોષણા, સાડા પાંચ વાગે છે સંબોધન

07:01 PM Mar 11, 2024 | VIMAL PRAJAPATI

PM Modi: આજે રાત્રે ભારત સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગુ કરવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, CAAના નિયમો આજે એટલે કે સોમવાર રાતથી લાગુ થવાની શક્યતા છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્ર સરકાર તરફથી આ એક મોટી જાહેરાત હશે. જેમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગું કરી દેશે.ભારતના ઈતિહાસમાં 370 પછી ભારત સરકારનો આ સૌથી મોટા નિર્ણય કહીં શકાશે.

ગૃહ મંત્રાલય CAAના નિયમોને સૂચિત કરી શકે છે

નોંધનીય છે કે, આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. તો આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા ગૃહ મંત્રાલય કોઈપણ સમયે CAAના નિયમોને સૂચિત કરી શકે છે. આ નિયમો હેઠળ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી ભારતમાં લઘુમતીઓની ભારતીય નાગરિકતા અરજીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

ગૃહ મંત્રાલય આજે મોડી રાત્રે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ની સૂચના જારી કરી શકે છે. જણાવી દઈએ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિનદસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ઝડપી નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019 માં પસાર કરવામાં આવ્યો હતો. તેના પસાર થયા પછી, દેશભરમાં વિરોધ થયો હતો. દિલ્હીના શાહીન બાગ આંદોલને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. વાસ્તવમાં, સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ 5 વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં CAA લાગુ કરવા જઈ રહી છે.

ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગું થશે!

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા આ અંગે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહીં હતીં. જો કે,  જે નિર્ણયની વર્ષાથી રાહ જોવાઈ રહીં હતીં. જે સમય આવી ગયો છે. ભારત સરકારે જેમ કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવી હતીં તેવી જ રીતે ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગું કરવા જઈ રહીં છે. જે મોદી સરકારના 10 વર્ષોના કાર્યકાળનો સૌથી મોટો નિર્ણય કહીં શકાશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, આજથી લાગુ થઇ શકે છે CAA

આ પણ વાંચો: Rajasthan : ચુરુના સાંસદ રાહુલ કાસવાને ભાજપને અલવિદા કહ્યું, કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો…