Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ladakh ની ભૂમિ પરથી પીએમ મોદીએ પાકિસ્તાનને….

11:14 AM Jul 26, 2024 | Vipul Pandya

Ladakh : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 26 જુલાઈએ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh) ના દ્રાસ પહોંચ્યા હતા. અહીં કારગિલ વિજય દિવસના અવસરે તેઓ વોર મેમોરિયલ પહોંચ્યા અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેની નાપાક યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય. 1999ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

લદ્દાખમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ લદ્દાખમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું પણ પ્રથમ ધડાકા સાથે ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, આ પ્રોજેક્ટ લેહને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને જ્યારે પૂર્ણ થશે, ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર લદ્દાખ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અહીં ઘણા મોટા રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે અને નવા રસ્તા અને પુલ બનાવવામાં આવ્યા છે.

દેશની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા લોકોના નામ અમીટ રહે છેઃ પીએમ મોદી

કારગીલમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પીએમ મોદીએ લોકોને સંબોધતા કહ્યું, “કારગીલ વિજય દિવસ આપણને કહે છે કે રાષ્ટ્ર માટે આપેલા બલિદાન અમર છે. દિવસો, મહિનાઓ, વર્ષો પસાર થાય છે, દાયકાઓ પસાર થાય છે અને સદીઓ પણ પસાર થાય છે. પણ જે લોકોએ રાષ્ટ્રની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા શહીદોના નામ અમીટ રહે છે. કારગિલમાં આપણે ફક્ત યુદ્ધ જ જીત્યા નથી, અમે ‘સત્ય, સંયમ અને શક્તિ’નું અદ્ભુત ઉદાહરણ આપ્યું છે.

‘માતૃભૂમિની રક્ષા માટે બલિદાન આપનાર શહીદોને હું સલામ કરું છું’

પીએમ મોદીએ કહ્યું, “હું ભાગ્યશાળી છું કે કારગિલ યુદ્ધ દરમિયાન, હું મારા સૈનિકોની વચ્ચે એક સામાન્ય દેશવાસી તરીકે હતો. આજે જ્યારે હું ફરીથી કારગિલની ધરતી પર છું, ત્યારે સ્વાભાવિક છે કે તે યાદો મારા મનમાં તાજી થઈ ગઈ છે. મને યાદ છે. આપણા દળોએ કેવી રીતે આટલું મુશ્કેલ યુદ્ધ ઓપરેશન પાર પાડ્યું, હું તે શહીદોને સલામ કરું છું જેમણે માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.”

પાકિસ્તાને પોતાનો અવિશ્વાસુ ચહેરો બતાવ્યોઃ પીએમ મોદી

પાકિસ્તાન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, “કારગીલમાં આપણે માત્ર યુદ્ધ જીત્યા નથી, પણ ‘સત્ય, સંયમ અને તાકાત’નું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તમે જાણો છો કે તે સમયે ભારત શાંતિ માટે પ્રયાસ કરી રહ્યું હતું. બદલામાં પાકિસ્તાને ફરી એકવાર પોતાનો અવિશ્વાસભર્યો ચહેરો દેખાડ્યો, પરંતુ સત્ય સામે અસત્ય અને આતંકનો પરાજય થયો.”

આતંકવાદના સમર્થકોના નાપાક મનસૂબા સફળ નહીં થાયઃ પીએમ મોદી

પાડોશી દેશની આતંકવાદી ગતિવિધિઓ પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ કહ્યું કે, “પાકિસ્તાને ભૂતકાળમાં જે પણ દુષ્કૃત્યો કર્યા છે તેને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ પાકિસ્તાને તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ, પ્રોક્સી વોરની મદદથી આતંકવાદને રોકવાની કોશિશ કરી રહ્યો છે. તેમણે કહ્યું, “પરંતુ આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં આતંકવાદના આકા સીધા સાંભળી શકે છે. હું આતંકવાદના આ આશ્રયદાતાઓને કહેવા માંગુ છું કે તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય.”

આ પણ વાંચો—પરમવીરચક્ર કેપ્ટન વિક્રમ બત્રાને ‘Sher Shah’ કેમ કહેવાય છે ?