Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડા પ્રધાન મોદી યુરોપ જશે, જાણો વિદેશ પ્રવાસની વિગત

09:20 AM Apr 28, 2023 | Vipul Pandya

વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ વિદેશ પ્રવાસનું શિડ્યુલ આવી ગયું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયા -યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 મેથી 4 મે સુધી યુરોપના પ્રવાસ પર જશે. વડાપ્રધાન મોદી  જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાત લેશે અને આ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળશે.  મોદી જર્મનીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ ઉપરાંત તેઓ ભારત અને જર્મની વચ્ચેની 6ઠ્ઠી આંતર-સરકારી બેઠકમાં પણ ભાગ લેશે.
વડાપ્રધાન મોદી ડેનિશના વડાપ્રધાન મેટ ફ્રેડરિકસેનના આમંત્રણ પર જર્મની પછી કોપનહેગન જશે.  તેઓ બીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. 4 મેના રોજ ભારત પરત ફરતા પહેલા મોદી ફ્રાન્સમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને  મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપની આ મુલાકાત ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  યુરોપ સતત ભારતને રશિયા પર તેની નિર્ભરતા ઘટાડવાનું કહી રહ્યું છે. આ સિવાય રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે જો ભારત રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં મધ્યસ્થી કરે તો તેમને કોઈ વાંધો નથી. વડાપ્રધાન મોદી સંકટના ઉકેલ માટે આ ત્રણ દેશો સાથે પણ ચર્ચા કરી શકે છે.
ભારતીય સમુદાયને સંબોધિત કરશે
ડેનમાર્કની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોપનહેગનમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે. લાંબા સમય બાદ વડાપ્રધાન મોદી વિદેશી ધરતી પર ભારતીય મૂળના લોકો સાથે વાતચીત કરતા જોવા મળશે. વડાપ્રધાનની ડેનમાર્કની મુલાકાત પહેલા ભારતના હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી બરછટ ડાંગરની નિકાસ શરૂ કરવામાં આવી છે.
યુરોપના દેશોમાં ભારત તેની કૃષિ પેદાશો માટે મોટું બજાર જોઈ રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતની મુલાકાતે આવેલા ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડ્રિકસનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બંને દેશોએ આબોહવા પરિવર્તન, બિનપરંપરાગત ઉર્જા ટેક્નોલોજીથી લઈને કૃષિ સુધીના અનેક ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી હતી.