Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MP : 8 સાંસદોને PM MODI એ આપી સજા…

05:03 PM Feb 09, 2024 | Vipul Pandya

MP : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અવારનવાર સરપ્રાઈઝ આપે છે. તેમણે શુક્રવારે 8 સાંસદો (MP)ને આવું જ એક સરપ્રાઈઝ આપ્યું હતું. આ તમામ સાંસદો (MP) સંસદમાં હતા ત્યારે તેમને પીએમઓ તરફથી ફોન આવ્યો હતો. પીએમઓમાંથી ફોન કરનારા વ્યક્તિએ આ સાંસદોને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી આજે તમારી સાથે લંચ કરવા માંગે છે. આ સાંસદોમાં ભાજપના હિના ગાવિત, એસ. ફાંગનોન કોન્યાક, ટીડીપીના રામમોહન નાયડુ, બસપાના રિતેશ પાંડે, બીજેડીના સસ્મિત પાત્રાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકોને બપોરે 2.30 વાગ્યે ફોન આવ્યો કે પીએમ નરેન્દ્ર મોદી તમારી સાથે લંચ કરવા માંગે છે.

મોદીએ સાંસદોને કહ્યું, ‘ચાલો, તમને સજા આપવામાં આવશે

સાંસદોને આ કાર્યક્રમ વિશે અગાઉથી કોઈ જાણકારી નહોતી અને તે એક અનૌપચારિક યોજના હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ સાંસદોને કહ્યું, ‘ચાલો, તમને સજા આપવામાં આવશે.’ આ પછી તેઓ બધાને સાથે લઈને સંસદ ભવનની કેન્ટીનમાં ભોજન લેવા પહોંચ્યા. આ દરમિયાન બધાએ પીએમ મોદી સાથે શાકાહારી ભોજન લીધું હતું. આ સિવાય રાગીના લાડુ પણ આરોગ્યા હતા. રાગીની ગણતરી સુપરફૂડ એટલે કે બાજરીમાં થાય છે. તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી બાજરી ખાવાનો પ્રચાર કરી રહ્યા છે.

પીએમ મોદીએ પાંચ મહાનુભાવને ભારતરત્ન આપ્યા

વડાપ્રધાન મોદી અવાર નવાર સરપ્રાઇઝ આપતાં રહે છે. તેમણે તાજેતરમાં લાલકૃષ્ણ અડવાણી અને કર્પુરી ઠાકુરને ભારતરત્ન આપવાની જાહેરાત કરી હતી. જ્યારે આજે તેમણે ટ્વિટ કરીને પૂર્વ વડાપ્રધાનો પી.વી.નરસિમ્હારાવ, ચૌધરી ચરણસિંહ અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને પાંચ મહાનુભાવને ભારતરત્ન આપવાનું એલાન કરીને નવો ચીલો ચાતર્યો છે. હવે આજે તેમણે આ સાંસદોને પણ સરપ્રાઇઝ આપીને તેમની સાથે ભોજન લીધુ હતું અને ફોટા પણ પડાવ્યા હતા. સાંસદો વડાપ્રધાન સાથે લંચ લઇને ખુશ થઇ ગયા હતા. તેમને ખરા અર્થમાં સરપ્રાઇઝ મળી હતી.

આ પણ વાંચો—-BHARAT RATNA : ચરણસિંહને ભારતરત્ન આપવા પાછળના રાજકીય સમીકરણો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ