Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જાપાન પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું પ્રવાસ અંગે

09:58 AM Apr 28, 2023 | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23-24 મેના રોજ જાપાનની રાજધાની ટોક્યોમાં હશે. આ દરમિયાન વડાપ્રધાન  ક્વોર્ડ નેતાઓની મુખ્ય બેઠકમાં પણ ભાગ લેશે. જાપાનની મુલાકાતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, હું જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના આમંત્રણ પર જઈ રહ્યો છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘માર્ચ 2022માં મને 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટ માટે વડાપ્રધાન કિશિદાની મહેમાન ગતિ કરવાનો મોકો મળ્યો હતો. મારી ટોક્યોની મુલાકાતમાં હું ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવા  માટેના ઉદ્દેશ માટે થનારી વાતચીતની માટે ઉત્સાહી છું.

વડાપ્રધાન મોદીએ કહ્યું, હું ક્વોડ લીડર્સની સમિટમાં પણ ભાગ લઈશ. આ દરમિયાન અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ વિશે વિચારોનું આદાનપ્રદાન કરીશું. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું, હું રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરીશ જ્યાં અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરીશું.
નવા ચૂંટાયેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પ્રથમ વખત ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘હું તેમની સાથે દ્વિપક્ષીય બેઠકની રાહ જોઈ રહ્યો છું, જેમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.