Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વડાપ્રધાન મોદીએ આસામમાં 7 કેન્સર હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, જાણો શું કહ્યું વડાપ્રધાને

09:41 AM Apr 27, 2023 | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ પ્રવાસ દરમિયાન સાત નવી કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે દીફુમાં રેલી દરમિયાન વડાપ્રધાને આસામના લોકોને કહ્યું કે ડબલ એન્જિનની સરકાર જ્યાં પણ હોય, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે કામ કરે છે. તેમણે કહ્યું કે આજે કાર્બી આંગલોંગની આ ધરતી પર આ સંકલ્પ ફરી મજબૂત બન્યો છે. આસામની સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેને પાર પાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં હિંસામાં લગભગ 75 ટકાનો ઘટાડો થયો છે.
વડાપ્રધાન મોદી કહ્યુ કે, મને જ્યારે પણ અહીં આવવાનો મોકો મળ્યો છે ત્યારે મને તમારા લોકો તરફથી અપાર સ્નેહ અને પ્રેમ મળ્યો છે. રાજ્ય સરકારે વડાપ્રધાન  મોદીની આ મુલાકાત માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ એક સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે આપણે પણ આ ધરતીના મહાન સપૂત લચિત બોરફુકનની 400મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. તેમનું જીવન દેશભક્તિ અને રાષ્ટ્રીય શક્તિની પ્રેરણા છે.  હું કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને નમન કરું છું.
પાછળ વળી જોવાની જરૂર નથી 
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કાર્બી આંગલોંગ પણ આઝાદીના અમૃત દરમિયાન શાંતિ અને વિકાસના નવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. હવે અહીંથી આપણે પાછળ વળીને જોવાની જરૂર નથી. આવનારા કેટલાક વર્ષોમાં, આપણે તે વિકાસની ભરપાઈ કરવી પડશે જે આપણે પાછલા દાયકાઓમાં કરી શક્યા નથી.
1,000 કરોડ રૂપિયાનો શિલાન્યાસ કરવામાં આવ્યો 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્બી આંગલોંગમાં માંજા વેટરનરી કોલેજ, વેસ્ટ કાર્બી આંગલોંગ એગ્રીકલ્ચર કોલેજ, અંપાની વેસ્ટ કાર્બી આંગલોંગ સરકારી કોલેજ સહિત અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે અહીં 1,000 કરોડ રૂપિયાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ સંસ્થાઓ અહીંના યુવાનોને નવી તકો આપવા જઈ રહી છે. આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે માત્ર ઈમારતનો શિલાન્યાસ નથી, પણ મારા યુવાનોનો શિલાન્યાસ છે.
ગામડાઓમાં જળસંચય સર્જાશે
વડાપ્રધાને કહ્યું , ‘આજે આસામમાં 2600થી વધુ અમૃત સરોવર બનાવવાનું કામ શરૂ થઈ રહ્યું છે. તળાવોનું નિર્માણ સંપૂર્ણપણે લોકભાગીદારી પર આધારિત છે. આદિવાસી સમાજમાં આવા તળાવોની સમૃદ્ધ પરંપરા છે. આનાથી ગામડાઓમાં જળસંચય સર્જાશે, તેની સાથે તેઓ આવકનું સાધન પણ બનશે.
રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યનો વિકાસ માટે અને રાજ્યના વિકાસ માટે શહેરોનો વિકાસ અને ગામડાઓનો વિકાસ ખૂબ જ જરૂરી છે. ગામડાઓનો યોગ્ય વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે સ્થાનિક જરૂરિયાતો, સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ વિકાસની યોજનાઓ બનાવવામાં આવે અને તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે.
કડક સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન  મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ જાતે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય મંત્રીએ તૈયારીની સમીક્ષા કરવા ડિબ્રુગઢ અને કાર્બી આંગલોંગ જિલ્લાની બે વાર મુલાકાત લીધી છે. બંને જિલ્લાઓમાં શાળા, કોલેજો અને રાજ્ય સરકારની કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.