Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદ અને બેંગાલુરુમાં ખુલશે અમેરિકાના કોન્સ્યુલેટ, અમેરિકાના રોનાલ્ડ રિગન સેન્ટરમાં બોલ્યા PM MODI

06:40 AM Jun 24, 2023 | Vishal Dave

પીએમ મોદીએ તેમના અમેરિકા પ્રવાસના અંતિમ દિવસે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયને સંબોધન કર્યુ.. તેમની એક ઝલક મેળવવા માટે અમેરિકાના દુર-દુરના સ્ટેટમાંથી લોકો રોનાલ્ડ રિગન સેન્ટર ખાતે ઉમટ્યા હતા.. ચાલો નજર કરીએ વડાપ્રધાને અમેરિકાથી વિદાય લેતા પહેલા તેમની આ મુલાકાત અને સંબોધનમાં શું કહ્યું

આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન

વડાપ્રધાન મોદીએ રોનાલ્ડ રિગન સેન્ટરમાં એકઠા થયેલા અમેરિકાના અલગ-અલગ સ્ટેટમાંથી આવેલા ભારતીયોને સંબોધતા કહ્યું કે તમે લોકોએ આ હોલમાં એક પ્રકારે ભારતનો ફૂલ મેપ બનાવી દીધો છે .હિન્દુસ્તાનના દરેક ખૂણાના લોકો અહીં નજરે પડી રહ્યા છે.આપ દુર-દુરથી અહીં આવ્યા છો.. એવું લાગે છે કે જાણે મીની ઇન્ડિયા અહીં એકઠું થયું છે. અમેરિકામાં એક ભારત શ્રેષ્ઠ ભારતની આટલી સુંદર તસ્વીર બતાવવા માટે આપને હૃદયપૂર્વક અભિનંદન

પ્રેસિડેન્ટ બાઇડનનો આભારી છું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું અમેરિકામાં રહેતી મા ભારતીની દરેક સંતાનનું અભિનંદન કરુ છું.. પ્રેસિડેન્ટ બાઇડનનો પણ આભારી છું કે વિતેલા ત્રણ દિવસમાં અમે સતત સાથે રહ્યા.. ઘણા વિષયો પર ખુલીને ચર્ચા થઇ અને હું અનુભવથી કહી શકું છું કે તે ખુબજ ઝુઝારુ , અનુભવી નેતા છે.. ભારત-અમેરિકા પાર્ટનરશીપને એક નવી ઉંચાઇ પર લઇ જનાર વ્યકિતગત રૂપે તેમનો ખુબજ પ્રયાસ રહ્યો છે અને હું સાર્વજનિક રૂપે તેમના આ પ્રયાસોની પ્રશંસા કરુ છું.

ભારતમાં રોકાણ

વડાપ્રધાને કહ્યું કે જનરલ ઇલેક્ટ્રીક કંપનીનું ભારતમાં ફાઇટર પ્લેનનું એન્જિન બનાવવાનો નિર્ણય ભારતના ડિફેન્સ સેક્ટર માટે માઇલ સ્ટોન સાબિત થશે . આ સમજુતી કરીને અમેરિકા માત્ર ટેક્નોલોજી શેયર નહીં કરે પરંતુ મ્યુચ્યુઅલ ટ્રસ્ટને પણ શેયર કરશે . તેમણે કહ્યું કે આ યાત્રા દરમ્યાન માઇક્રોન, ગુગલ સહિતની દિગ્ગજ કંપનીઓએ પણ ભારતમાં મોટા રોકાણની ઘોષણા કરી છે. માઇક્રોન સેમી કંડકટર સેક્ટરમાં 2.5 બિલિય ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ ભારતને વર્લ્ડ સેમી કંડકટર ચેઇનસાથે જોડશે. આ ઉપરાંત ગુગલ પણ ભારતમાં ગ્લોબલ ફિનટેક સેન્ટર ખોલશે. આ બધી સમજુતી ભારતમાં ઇન્વેસ્ટમેન્ટની સાથે-સાથે જોબ ક્રિએશન , રોજગાર , હાઇ ક્વોલિટી મેન્યુફેકચરીંગ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપશે . ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં મોકલવા માટે ભારતીય એસ્ટ્રોનટને નાસા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું . આ બધી સમજુતીઓ ભારત-અમેરિકાના કરોડો લોકોના ભાગ્યને નવી ઉંચાઇ આપવાનું કામ કરશે.

એચ 1 બી વિઝા રીન્યૂ કરાવવા અમેરિકાની બહાર નહીં જવું પડે

વડાપ્રધાને કહ્યું કે આપમાંથી ઘણા બધા લોકોની એચ 1 બી વિઝાને લઇને બહુ સમયથી ડિમાન્ડ હતી, તે પુરી કરાઇ છે, હવે આ વિઝા રીન્યૂ કરવા માટે આપને અમેરિકાથી બહાર નહીં જવું પડે, હવે અમેરિકામા રહેતાજ આ વિઝા રીન્યૂ થઇ જશે આ માટે આ વર્ષે એક પાયલોટ પ્રોજેક્ટ શરુ કરાશે..આનો બહુ મોટો ફાયદો આપણા આઇટી પ્રોફે્શન્લસને પણ થશે આ નિર્ણયના પરિણામો જોઇ આ વ્યવસ્થા ભવિષ્યમાં એલ કેટેગરી વિઝા માટે પણ થઇ શકે છે તેવું તેમણે જણાવ્યું.

અમદાવાદ અને બેંગાલુરુમાં પણ અમેરિકાના નવા કોન્સ્યુલેટ ખુલશે

અમેરિકાના બે બીજા શહેરોમાં ભારતીય કોન્સ્યુલેટ ખોલવામાં આવશે . સાથે જ ભારતમા અમદાવાદ અને બેંગાલુરુમાં પણ અમેરિકાના નવા કોન્સ્યુલેટ ખુલશે તેવુ વડાપ્રધાને જણાવ્યું

ભારતમાં ડિઝિટલ ક્રાંતિ

ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં જે ડિઝિટલ ક્રાંતિ આવી છે તે અદભૂત છે. ગામડાની દુકાનમાં જાવ અને બારકોડનું બોર્ડ હોય.. આપ કેશ આપો અને તે કહે ભાઇ મોબાઇલ ફોન પર કોઇ ડિઝિટલ એપ નથી કે શું આ બદલાયેલુ ભારત આપને ચકિત કરી દેશે..આજે ભારતમાં કોઇપણ વ્યક્તિ ક્યાંયથી પણ પણ 24 કલાક બેકિંગ કરી શકે છે. સન્ડે હોય કે મન્ડે બેકિંગ ચાલુ રહે છે. ભારતમાં આવી રહેલા બદલાવના ઉદાહરણો અનેક છે.

યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં તમિલ સ્ટડી ચેયરની સ્થાપના

ભારતમાં ગુગલનું એઆઇ રિસર્ચ સેન્ટર 100થી વધુ ભારતીય ભાષાઓ પર કામ કરશે એનાથી ભારતમાં એવા બાળકોને ભણવામાં સરળતા રહેશે જેમની માતૃભાષા અંગ્રેજી નથી..સાથે જ ભારત સરકારની મદદથી યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં તમિલ સ્ટડી ચેયરની સ્થાપના કરવામાં આવશે .આ ચેયરથી તમિલ સંસ્કૃતિ અને દુનિયાની સૌથી પ્રાચીન તમિલ ભાષાનો પ્રભાવ વધારવામાં મદદ મળશે . ભાષાની ચર્ચા નીકળે ત્યારે ગર્વથી કહેજો કે દુનિયાની સૌથી જૂની ભાષા તમિલ ભાષા છે અને તે અમારી ભાષા છે.

100થી વધુ પુરાતન મૂર્તિઓ પરત મળશે

મને ખુશી છે કે અમેરિકી સરકારે ભારતની 100થી વધુ જૂની મૂર્તિઓ જે ચોરી થઇ હતી તેને પરત કરવાનો નિર્ણય લીધો છે. આ પુરાતન વસ્તુઓ વર્ષો પહેલા અલગ અલગ રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચી ગઇ હતી ..આ વસ્તુઓ પરત કરવા માટે હું અમેરિકી સરકારનો વિશેષ રૂપે આભાર વ્યક્તકર્યુ છું .કોઇ બીજા દેશની ભાવનાઓનો સન્માન કરવો બન્ને દેશોના સંબંધોને મજબુત બનાવે છે. આ બતાવે છે કે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો માત્ર વ્યપારિક રીતે નહીં પરંતુ ભાવનાત્મક રીતે પણ મજબુત બની રહયો છે.. ભારત અને અમેરિકાની પા્ટરનશીપ 21મી સદીને દુિાયાને સારી બનાવવા માટે છે.આપાર્ટનરશીપમાં આપની ભૂમિકા બહુ મોટી છે..