Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સરકારી તિજોરીમાંથી પાઈનો પણ ખર્ચ નથી લેતા વડાપ્રધાનશ્રી

06:01 PM Apr 22, 2023 | Vipul Pandya

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની લાઈફ સ્ટાઈલને લઈને RTIમાં ઘણાં મહત્ત્વના ખુલાસાઓ થયા છે. વડાપ્રધાન કાર્યાલયના (PMO) કેન્દ્રીય ઉચ્ચ સચિવ બિનોદ બિહારી સિંહે જણાવ્યું કે, PM મોદી સરકારી પૈસાથી નહી પરંતુ તેમના પૈસામાંથી જ ભોજન કરે છે. સિંહે આ જાણકારી એક RTIના જવાબમાં આપી. આ RTIમાં વડાપ્રધાન મોદીના પગાર વિશે જણાવવામાં આવ્યું છે.
PM નરેન્દ્રભાઈ મોદીને લઈને એક RTI ફાઈલ કરવામાં આવી હતી. જેમાં તેમના ભોજન, રહેવા, વાહન અને પગાર વિશે પૂછવામાં આવ્યું હતું. આ RTIનો જવાબ આપત બિનોદ બિહારી સિંહે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી મોદી તેમના ભોજનનો એક રૂપિયા પણ સરકારી તિજોરીમાંથી નથી કરતા તેઓ પોતાના ભોજનનો ખર્ચ પોતે જ ઉઠાવે છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નિવાસસ્થાનની જાળવણી કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમની ગાડીઓની જાળવણી SPG કરે છે. ઉલ્લેખનીય છે કે, સંસદમાં પહોંચેલા આપણા લોક પ્રતિનિધિઓને સરકાર તરફથી અનેક સુવિધાઓ આપવામાં આવે છે જેનો તમામ ખર્ચ સરકારી તિજોરીમાંથી આપવામાં આવે છે તેવામાં વડાપ્રધાનશ્રી મોદી (PM Modi) આ તમામ ખર્ચ પોતાના પગારમાંથી ચૂકવે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન સાદું અને સંતુલિત ભોજન લેવાનું પસંદ કરે છે. આવો જાણીએ વડાપ્રધાનશ્રીને ભોજનમાં શુ પસંદ છે…
સવારનો નાસ્તો : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વહેલી સવારે 5 વાગ્યે જાગી ગયા બાદ યોગ કરે છે. સવારના નાસ્તામાં પૌંઆ વધારે પસંદ કરે છે. તે સિવાય નાસ્તામાં ઉપમા, ખાખરા લેવાનું પસંદ કરે છે. નાસ્તાની સાથે તેઓ આદુવાળી ચા પીવે છે.
બપોરનું ભોજન :  વડાપ્રધાનશ્રી સાદું અને સંતુલિત ભોજન લેવાનું પસંદ કરે છે. બપોરના ભોજનમાં તેઓ દાળ, ભાત અને લીલું અને પૌષ્ટિક શાક ગ્રહણ કરે છે. રોટલી કરતા તેમને ભાખરી ખાવી વધુ પસંદ છે. જ્યારે સંસદની કાર્યવાહી દરમિયાન સંસદની કન્ટીનમાંથી તેઓ માત્ર ફ્રુટ સલાડ લે છે.
રાત્રીનું ભોજન : ગુજરાતી ખીચડી, ભાખરી, દાળ અને ઓછા મસાલાવાળું કોઈ શાક વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના રાત્રીના ભોજનમાં લે છે.
આ સિવાય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ખાટા ઢોકળાં, ખિચડી, ખાંડવી, શ્રીખંડ અને ભીંડી કઢી જેવા વ્યંજનો પસંદ છે.