Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુદ્ધ વચ્ચે વોગ મેગેઝિન માટે રાષ્ટ્રપતિ જેલેન્સકીનું ફોટોશૂટ, પત્ની સાથે પોઝ આપતા ટ્રોલ થયા

08:28 AM Apr 25, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 5 મહિના થઈ ગયા છે. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ જેલેન્સકી આ મુશ્કેલ ક્ષણોમાં તેમના દેશના લોકો સાથે ઉભા હતા. આ માટે તેમણે પોતાના દેશના લોકોની વાહ-વાહી પણ મેળવી હતી. પરંતુ ઝેલેન્સકીના તાજેતરના પગલાથી તેમના માટે ટીકા થઈ છે. 
હાલમાં પણ યુક્રેન યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. 5 મહિનાના યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. યુક્રેનના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે. આ યુદ્ધ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ  જેલેન્સકીની બહાદુરીની દાદ માત્ર  યુક્રેનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઇ છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર લોકો તેમની આકરી  ટીકા કરી રહ્યા છે. જાણો શઆ માટે  ઝેલેન્સકીના આ પગલા માટે કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક હેરાન છે. 
હકીકતમાં, જેલેન્સકીએ પ્રખ્યાત ફેશન મેગેઝિન વોગ માટે યુદ્ધની તબાહીની તસવીરો વચ્ચે પોઝ આપ્યો છે. આ તસવીરોમાં રાષ્ટ્રપતિ જેલેન્સકી યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કા સાથે જોવા મળી રહ્યાં છે. આ તસવીરો વોગ મેગેઝીનની ઓનલાઈન એડિશન માટે લેવામાં આવી છે. 
આ તસવીરોમાં ઝેલેન્સકી તેની પત્ની ઓલેના ઝેલેન્સ્કા સાથે અલગ-અલગ પોઝમાં જોવા મળે છે. ઝેલેન્સ્કા ફોટોમાં યુક્રેનિયન સૈનિકો સાથે જોવા મળે છે. સાથે જ આ તસવીરો ઓલેના ઝેલેન્સકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ઓલેનાએ લખ્યું કે વોગ મેગેઝિનના કવર પર આવવું એ ઘણા લોકોનું સપનું છે અને તે ખૂબ જ પ્રતિષ્ઠાનો વિષય છે. તેમણે કહ્યું છે કે તે યુક્રેનની દરેક મહિલાને અહીં જોવા માંગે છે, જેઓ હાલમાં શરણાર્થી શિબિરોમાં યુદ્ધની પીડા સહન કરી રહ્યી છે. તેણે આ મેગેઝીનના કવર પર આવવાનો અધિકાર છે, જો કે માત્ર તેઓ માટે જ આ શક્ય બન્યું છે. હવે નેટિજન્સ તેમની નિંદા કરી રહ્યાં છે.

એક યુઝરે લખ્યું છે કે શું ઝેલેન્સકી પાસે હજુ પણ આ બધું કરવાનો સમય છે. 
તે જ સમયે, ભારતના ઘણા ટ્વિટર યુઝર્સે આ ફોટોશૂટ પર સવાલ ઉઠાવ્યા છે.