+

G20 શિખર સમ્મેલનમાં ભારત નહી આવે Vladimir Putin, આ કારણ સામે ધર્યું

આગામી મહિને દિલ્હીમાં યોજાવા જઈ રહેલા G20 સમ્મેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવશે નહી, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે તે કન્ફર્મ કર્યું છે. તેમણે કહ્યું છે કે, પુતિનની ભારતમાં સપ્ટેમ્બર…

આગામી મહિને દિલ્હીમાં યોજાવા જઈ રહેલા G20 સમ્મેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવશે નહી, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે તે કન્ફર્મ કર્યું છે. તેમણે કહ્યું છે કે, પુતિનની ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં યોજાનારા G20 સમ્મેલન માટે પ્રવાસનો પ્લાન નથી બનાવી રહ્યાં. હાલ તેમનું ફોક્સ ખાસ સૈન્ય અભિયાન પર છે. મોસ્કો અને કીવ વચ્ચે 24 ફેબ્રુઆરી 2022 થી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.

સપ્ટેમ્બરમાં યોજાશે G20 સમિટ

G20 શિખર સમ્મેલન આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાવાનું છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સમ્મેલનને લઈને ભારતે દરેક G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના નેતાઓને નિમંત્રણ મોકલ્યું હતું. પુતિન આ પહેલા દક્ષિણ આફ્રિકાના જ્હોન્સબર્ગમાં થયેલા બ્રિક્સ સમ્મેલનમાં પણ પહોંચ્યા નહોતા. તેમણે સમ્મેલનને વર્ચ્યૂઅલી સંબોધિત કર્યું હતું.

ભારત છે યજમાન

ઉલ્લેખનીય છે કે, ભારત હાલ G20ની મેજબાની કરી રહ્યું છે. આ ગૃપ દુનિયાના પ્રમુખ વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓના એક અંતર સરકારી મંચ છે. આ સભ્ય વૈશ્વિક વૈશ્વિક કુલ સ્થાનિક ઉત્પાદનના લગભલ 85%, વૈશ્વિક વેપારના 75%થી વધારે અને વિશ્વ જનસંખ્યાના લગભગ બે તૃત્યાંશ પ્રતિનિધિત્વ કરે છે. સમુહમાં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, કોરિયા રિપબ્લિક, મૈક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યૂકે, અમેરીકા અને યૂરોપિયન યુનિયન સામેલ છે.

આ પણ વાંચો : PM MODI IN GREECE : ગ્રીસના રાષ્ટ્રપતિએ PM મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’થી સન્માનિત કર્યાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter