Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નવી સરકારની શપથવિધિ માટેની તૈયારીઓ શરૂ, જાણો ક્યા શરૂ થઇ ગતિવિધિ

07:49 AM Apr 28, 2023 | Vipul Pandya

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ભાજપ માટે ઘણી બધી રીતે ખાસ રહ્યું છે. આ વખતે ઘણા પરિબળો હતા કે જે ભાજપને આ જીત પર રૌડા સાબિત થઇ શકતા હતા, પરંતુ આ તમામ પરિબળોને સાઇડમાં રાખતા જનતાએ ભાજપને બહુમતી નહીં પણ પ્રચંડ બહુમતીથી આશિર્વાદ આપ્યા. હવે નવી સરકારની શપથવિધિને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે મળી રહેલી માહિતી અનુસાર, ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ માટે તૈયારીઓ થઈ રહી છે. 
પ્રચંડ જીત બાદ હવે શપથવિધિની તૈયારીઓ શરૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીતની સાથે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. આ વખતે ભાજપે માધવસિંહ સોલંકીના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. ઉપરાંત ભાજપે પોતાના જ રેકોર્ડને તોડીને સતત 7મી વખત જોરદાર જીત મેળવીને સત્તામાં વાપસી કરી છે. મહત્વનું છે કે, રાજ્યમાં ભાજપે 182માંથી 156 બેઠકો પર જીત મેળવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ આ વખતે લગભગ બે લાખ મતોથી જીત્યા છે. ત્યારે આ પ્રચંડ જીત બાદ નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, શપથવિધિ માટે રાજ્યના પાટનગર ગાંધીનગરના સચિવાલયમાં આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ પર થઇ રહી છે. જેના પર GAD ના અધિકારીઓ દ્વારા શપથવિધિ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, 12મી ડિસેમ્બર બપોરે 2 વાગ્યે નવી સરકારની શપથવિધિ યોજાશે. 
તમામ જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણોને ધ્યાને રાખીને કરી શકે છે રચના
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે તમામ જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણોને ધ્યાને લેવામાં આવ્યા હતા. તેવી જ રીતે નવી સરકારમાં પણ આ પ્રમાણે ધ્યાન આપવામાં આવે તો નવાઇ નથી. સુત્રોની માનીએ તો આ સરકારમાં નવા ચહેરાઓની સાથે જુના જોગીઓને પણ સ્થાન મળી શકે છે. નિયમ પ્રમાણે વધુમાં 27 સભ્યોનું જ મંત્રીમંડળ હોઇ શકે છે. જોકે, નવી સરકારમાં 22થી 23 સભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે. આ મંત્રીમંડળમાં 10થી 11 જેટલા કેબિનેટ તો 12થી 14 રાજ્યકક્ષાના મંત્રીઓ પણ હોઇ શકે છે. તો આવો જાણીએ કોણ આ સરકારમાં પોતાનું સ્થાન મેળવી શકે છે… 
નવું સરકારનું સંભવિત મંત્રી મંડળ
અનિરુદ્ધ દવે, માંડવી
શંકર ચૌધરી, થરાદ
બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર
ઋષિકેશ પટેલ, વિસનગર
અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણ
હાર્દીક પટેલ, વિરમગામ
કનુભાઈ પટેલ, સાણંદ
અમિત ઠાકર, વેજલપુર અથવા અમૂલ ભટ્ટ, મણીમગર
જગદીશ પંચાલ, નીકોલ
કિરીટસિંહ રાણા, લીંબડી
કુંવરજી બાવળીયા, જસદણ
જયેશ રાદડીયા, જેતપુર
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
મૂળૂભાઈ આહીર, ખંભાળીયા
કૌશિક વેકરીયા, અમરેલી
હીરા સોલંકી, રાજૂલા અથવા પરશોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય 
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
પંકજ દેસાઈ, નડીયાદ 
સી કે રાઉલજી, ગોધરા
મુકેશ પટેલ, ઓલપાડ
વિનુ મોરડીયા, કતારગામ
હર્ષ સંઘવી, મજૂરા
કનુભાઈ દેસાઈ, પારડી
પૂર્ણશ મોદી, સુરત પશ્ચિમ
ઉદય કાનગડ, રાજકોટ પૂર્વ
બાળકૃષ્ણ શુક્લ, રાઉપુરા વડોદરા
નીચેના ST ચહેરાઓ પૈકી મળી શકે છે સ્થાન
પી સી બરાંડા, ભિલોડા
કુબેર ડિંડોર, સંતરામપૂર
ગણપત વસાવા, માંગરોળ
નરેશ પટેલ, ગણદેવી
દર્શના દેશમુખ, નાંદોદ
રાજેન્દ્રસિંહ રાઠવા, છોટા ઉદેપુર
નિમિષા સુથાર, મોરવા હડફ
નીચેના SC ચહેરાઓને મળી શકે સ્થાન
રમણ વોરા, ઈડર મંત્રી અથવા વિધાનસભા અધ્યક્ષ
મનીષા વકીલ, વડોદરા શહેર
શંભુ પ્રસાદ ટૂંડીયા, ગઢડા
ભૂપેન્દ્ર પટેલને રેકોર્ડ જીત બદલ વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર બન્યા છે. તેમને 82.95 ટકા મત મળ્યા છે. સૌથી વધુ માર્જિનથી જીતવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. આ જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે ભાજપ કાર્યાલયમાં પોતાના સંબોધનમાં ભૂપેન્દ્ર પટેલની આ જીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ રેકોર્ડ જીત બદલ ભૂપેન્દ્ર પટેલને પણ અભિનંદન પાઠવ્યા હતા.
ભાજપે એન્ટી ઈન્કમ્બન્સી દૂર કરીને આ જીત નોંધાવી
ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બન્યાના એક વર્ષ કરતાં થોડો વધુ સમય પછી, ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેની સૌથી મોટી જીત નોંધાવી. ભાજપે એન્ટી ઈન્કમ્બન્સી દૂર કરીને આ જીત નોંધાવી છે. પાર્ટીએ ચૂંટણી માટે મંત્રીઓની ટિકિટ પણ કાપી નાખી. આ સિવાય ઘણા દિગ્ગજ નેતાઓને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા. ગુજરાતમાં આ જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. તેમણે 2,12,480 મતોથી ચૂંટણી પણ જીતી હતી, જે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.