+

Preneet Kaur : પૂર્વ CM અમરિંદર સિંહની પત્ની BJP માં સામેલ, આ સીટ પરથી લડશે ચૂંટણી…

લોકસભા ચૂંટણીને લઈને પંજાબમાં હવે રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો વિવિધ રાજ્યોમાં પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. દરમિયાન, પટિયાલાના સાંસદ અને પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત…

લોકસભા ચૂંટણીને લઈને પંજાબમાં હવે રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો વિવિધ રાજ્યોમાં પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. દરમિયાન, પટિયાલાના સાંસદ અને પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર (Preneet Kaur) આજે ભાજપમાં જોડાઈ ગઈ છે. માનવામાં આવે છે કે ભાજપ તેમને પટિયાલા બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં ઉતારી શકે છે.

ભાજપના ઉમેદવાર 30 વર્ષમાં પહેલીવાર અહીંથી ચૂંટણી લડશે

પરનીત કૌર (Preneet Kaur) પંજાબની પટિયાલા સીટથી ચાર વખત કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. ભાજપ તેમને પટિયાલાથી સીટ આપી શકે છે કારણ કે તે છેલ્લા 25 વર્ષથી પટિયાલા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહી છે. આ સાથે જ 30 વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે આ સીટ પરથી બીજેપીનો કોઈ ઉમેદવાર ચૂંટણી લડશે.

કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા

નોંધનીય છે કે કોંગ્રેસે 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં પરનીતને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે, પરનીત કૌરે (Preneet Kaur) પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ન હતું કારણ કે તે લોકસભાનું સભ્યપદ ગુમાવવા માગતી ન હતી. પરનીત પર આક્ષેપો થયા હતા કે તે સતત ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપતી હતી. એટલું જ નહીં તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો ન હતો.

આ પણ વાંચો : Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સ્પષ્ટ વાત, કહ્યું- ક્યારેય પાછું નહીં લેવામાં આવે CAA…

આ પણ વાંચો : CAA પર સ્ટાલિન, વિજયન, ઉદ્ધવને શાહનો જવાબ, કહ્યું- નાગરિકતા પર કાયદો માત્ર સંસદ જ બનાવી શકે છે…

આ પણ વાંચો : ‘One Nation One Election’ પર મોટી પહેલ, 18,626 પેજનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સુપરત કર્યો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter