Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ગોધરા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ 

04:11 PM Jun 06, 2023 | Vipul Pandya
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
ગોધરા શહેરમાં વરસાદી પાણી નિકાલ માર્ગોની સફાઈ ચોમાસા પૂર્વે નહીં થતાં શહેરીજનો ચિંતિત બન્યા હતા. બીજી તરફ આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલી ગોધરા નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન  કામગીરી શરૂ કરવામાં વિલંબ થતાં શહેરીજનોની જરૂરિયાત અને માંગણી અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ  દ્વારા પ્રસારિત કરાયો હતો .જે અહેવાલના  પગલે ગોધરા નગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરીની શરૂઆત કરતાં જ શહેરીજનોમાં આનંદ છવાયો છે અને ચોમાસા દરમિયાન વરસાદી પાણીની યોગ્ય નિકાલ થવાની આશાઓ બંધાઇ છે.

શહેરીજનો ચિંતિત બન્યા હતા 
ગોધરા શહેરમાં આવેલા તમામ વિસ્તારોમાંથી ચોમાસા દરમિયાન એકત્રિત થતું વરસાદી પાણી નિકાલ કરવા માટે ગટર વ્યવસ્થા બનાવવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક કોતર મારફતે આ પાણીનો નિકાલ થતો હોય છે.વરસાદી પાણીના નિકાલ માર્ગમાં ચોમાસા સિવાયના અન્ય ઋતુમાં કચરો અને માટીનો ભરાવો થઈ જતાં નિકાલ માર્ગો બંધ થઈ જતા હોય છે. જેથી નગરપાલિકા દ્વારા દર વર્ષે કામગીરીના ભાગરૂપે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. જે બાદ વરસાદી પાણીના નિકાલ માર્ગોની યોગ્ય સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાને આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં કામગીરી શરૂ થવામાં વિલંબ થયો હતો. સાથે જ બોર્ડ મિટિંગમાં ટેન્ડર માટેની દરખાસ્ત મંજૂર કરાઈ હતી પરંતુ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી. જેથી આર્થિક સંકડામણ ભોગવતી નગરપાલિકા દ્વારા કામગીરી સમયસર કરવામાં આવશે કે કેમ જે અંગે શહેરીજનો ચિંતિત બન્યા હતા

પ્રિ મોન્સૂન કામગીરી શરૂ
જે અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ દ્વારા જન હિતમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો . આ અહેવાલના પગલે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી વિવિધ વિસ્તારોમાં પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવતાં  ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના દર્શકોએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો છે.