Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘મોર્ડન લવ મુંબઈ’માં પ્રતિક ગાંધી-રણવીરનો કિસિંગ સીન જાણી જોઈને આવો બનાવ્યો હતો

05:04 AM Apr 27, 2023 | Vipul Pandya

પ્રતિક ગાંધી અને રણવીર બ્રારની સિરિઝ ‘મોર્ડન લવ મુંબઈ’ ને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ વાર્તાને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. સાથે જ બંને વચ્ચેના કિસીંગ સીનની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. હંસલ મહેતાની ‘મોર્ડન લવ મુંબઈ’ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલિઝ કરાઇ છે. આ સિરિઝને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 

હંસલ મહેતાએ મુંબઈની શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરી
આ સિરિઝ ન્યૂયોર્ક ટાઈમ્સની લોકપ્રિય મોર્ડન લવ કોલમ પર આધારિત છે. મુંબઈ સિરિઝે કોલમમાંથી 6 વાર્તાઓ લીધી છે. ઘણા વિવેચકોએ તો હંસલ મહેતાએ મુંબઈની શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરી છે.આ વાર્તામાં બાઈ મંજર (પ્રતિક ગાંધી) અને રાજવીર (રણવીર બ્રાર)ની લવ સ્ટોરી મંજર બાઈથી પોતાની લાગણી કેવી રીતે છુપાવે છે તેના પર આધારિત છે. LGBTQ સમુદાય અને ગે રોમાન્સ પ્રત્યેની સંવેદનશીલતા માટે આ એપિસોડની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ વિશે વાત કરતાં પ્રતીકે કહ્યું, ‘આ પાત્ર સારું લખાયું છે. મારે આ પાત્ર કરવાં માટે ખૂબ જ મહેનત કરવી પડી.
આ સીન પર હંસલ મહેતાઓ વાત કરી?
શોમાં પ્રતિક અને રણવીર વચ્ચેનો કિસિંગ સીન પણ ઘણો ચર્ચામાં છે. આ અંગે ડાયરેક્ટર હંસલ મહેતાએ કહ્યું કે આ સીન જાણી જોઈને વિચિત્ર બતાવવામાં આવ્યો છે. તેમણે આગળ સમજાવ્યું કે, ‘આ સીન બતાવવા પાછળનો અમારો ઈરાદો નહોતો કે અમે તેને પ્રેક્ષકો માટે જબરદસ્તી કરીએ. અહીં એ સમજવું પડશે કે મંજરનું પાત્ર લાંબા સમયથી પ્રેશરમાં છે, તેથી એવું ન થાય કે તે અચાનક જાગી જાય અને ડીન માર્ટિનની જેમ ચુંબન કરવાનું શરૂ કરી દે. તેથી આ પાત્રની મનોદશા બતાવવાની આ જ એક રીત હતી. ઘણા લોકોએ મને મેસેજ કર્યો અને પૂછ્યું કે બંને સીનમાં આટલા અસહજ કેમ હતાં તો મેં કહ્યું કે હું ખુશ છું કે તમને ખબર પડી કે તેઓ અસહજ હતા. જ્યારે તમે કોઈને પહેલીવાર મળો છો, ત્યારે તમે તેને જોઈને આકર્ષિત થાઓ છો, પરંતુ તમે પરફેક્ટ કિસ નથી કરી શકતા. જે ખરેખર રિયાલિસ્ટિક લાગ્યું તેનો મને સંતોષ છે. તે જ અમે શોમાં બતાવવા માંગતા હતા. મને ખબર નથી કે લોકો શા માટે તે સંપૂર્ણ ઇચ્છે છે. 

સીન ફેશનેબલ બનવવો ન હતો
તેમણે વધુમાં કહ્યું કે, ‘આ પાત્રને મારે કોઇ પણ રીતે  ફેશનેબલ નહોતો બનાવવો કારણેકે તે મારો સભાન નિર્ણય હતો.  જેમ દરેક ફ્રેમમાં ફાફડા અને ઢોકળા એક પ્લેટમાં જ આપવામાં આવે છે. તો બસ તે જ રીતે અમે કંઈપણ રજૂ કરવા માંગતા ન હતા.

રણવીરનું ડેબ્યુ
રણવીરે આ શો દ્વારા પોતાનની એક્ટિીંગ કરિયરની  શરૂઆત કરી છે અને શોમાં તેનું પાત્ર તેના વાસ્તવિક જીવનથી ખૂબ જ  અલગ છે. તેણે કહ્યું, ‘જ્યારે આપણે મેથડ એક્ટિંગની વાત કરીએ છીએ, ત્યારે હું બધાને કહું છું કે હું 24 વર્ષથી આ પાત્ર માટે મેથડ એક્ટિંગ કરી રહ્યો છું. તેથી મને આ શોમાં કામ કરવાની ખરેખર મજા આવી અને ભવિષ્યમાં પણ અભિનય કરવાનું ચાલુ રાખીશ.

તનુજાના બાળકોને આ શો ગમ્યો
બીજી તરફ, તનુજા કહે છે કે શોના દરેક પાત્રોને લોકો ખૂબ પસંદ કરે છે.  તેણે કહ્યું, ‘સામાન્ય રીતે મારી પુત્રીઓ કાજોલ અને તનિષા, હું જે પણ કરું છું તેના પર તે કમેન્ટ કર છે. અને  મારા કામના  રિવ્યુ આપે છે.