Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રતીક ગાંધીએ મુંબઇ પોલીસ પર અપમાનનો આરોપ લગાવ્યો

07:00 PM Apr 25, 2023 | Vipul Pandya

અભિનેતા પ્રતીક ગાંધીએ મુંબઈ પોલીસ પર તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં, પોલીસે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને અભિનેતાએ આ વિશે ટ્વિટ કર્યું છે. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. પ્રતીક ગાંધીએ કહ્યું કે તેમની સાથે આવું વર્તન એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેઓ VIP મૂવમેન્ટ દરમિયાન રસ્તા પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલું જ નહીં, અભિનેતાએ લખ્યું કે પોલીસે તેને માર્બલના વેરહાઉસમાં બંધ કરી દીધો હતો. 

અભિનેતાએ આપવીતી જણાવી
પ્રતિક ગાંધીએ ટ્વીટ કર્યું, “મુંબઈનો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે VIP મૂવમેન્ટ માટે જામ કરવામાં આવ્યો હતો. હું શૂટિંગ લોકેશન પર પહોંચવા માટે ચાલવા લાગ્યો. આના પર, પોલીસે તેને ખભાથી ખેંચી લીધો અને તેને માર્બલના ગોડાઉનમાં રાહ જોવી પડી હતી. ત્યાં સુધી તેણે મને કશું કહ્યું પણ નહીં. મને ખરાબ રીતે અપમાનિત કરવામાં આવ્યો. પ્રતીક ગાંધીનું આ ટ્વીટ જોતા જ વાયરલ થઈ ગયું. આના પર એક યુઝરે લખ્યું કે, ‘ કદાત તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના હતા અને આ કારણે આવું બન્યું હશે.’ આનો જવાબ આપતા અભિનેતાએ લખ્યું- ‘ઓહ.. મને ખબર નહોતી.’ તો બીજી તરફ અન્ય યુઝર્સ તેમની સાથે થયેલાં ખરાબ વર્તન માટે મુંબઈ પોલીસને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આગામી ફિલ્મની રાહ 
પ્રતીક ગાંધીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા ફિલ્મ ‘વો લડકી હૈ કહાં’માં જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ ‘ફૂલે’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી પત્રલેખા મુખ્ય ભૂમિકામાં હશે. તમને જણાવી દઈએ કે, પ્રતીક ગાંધીને વેબ સિરીઝ સ્કેમ 1992થી ઓળખ મળી હતી. સિરીઝમાં તેની એક્ટિંગને લોકોએ ખૂબ વખાણી હતી.