+

મહેસાણાના તરભ વાળીનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Mehsana: મહેસાણા (Mehsana) ના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ…

Mehsana: મહેસાણા (Mehsana) ના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે પહોંચી ગઈ છે. અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દરરોજ 3 લાખથી વધુ ભક્તો ઉમટી શકે છે.

1,45,000 ઘન ફૂટ પથ્થરમાંથી આ ભવ્ય મંદિર તૈયાર થશે

ત્યારે 22 તારીખના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે 5 લાખથી વધુ લોકો ઉમટી શકે છે. ત્યારે આ મહોત્સવમાં 40 હજાર સ્વયંસેવકની ટીમ ખડેપગે રહેશે. અને આની વ્યવસ્થા માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ ભવ્ય મંદિર લાલ બંસી પહાડના પત્થરમાંથી બનાવવામાં આવી રહ્યું છે. 1,45,000 ઘન ફૂટ પથ્થરમાંથી આ ભવ્ય મંદિરને તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સોમનાથ મંદિર બાદ આ મંદિર હાઇટની દ્રષ્ટિએ બીજા નંબર પર

સોમનાથ મંદિર બાદ આ મંદિર હાઇટની દ્રષ્ટિએ બીજા નંબર પર હશે. વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાત કરી હતી. વાળીનાથ મહાદેવ રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર છે. અને આ વાળીનાથ મહાદેવ ખાતે યોજાનાર આ મહોત્સવને લઈને સૌ કોઈ આતુર બન્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરકલમોથી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરકલમોથી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં યોજાવાની છે. સાથે જ અમિતભાઇ શાહ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, યોગી અદિત્યનાથ, CM ભુપેન્દ્ર ભાઈ પટેલ સહિત રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. ભારતના ખૂણેખૂણેથી સંતો મહંતોની પણ ખાસ ઉપસ્થિતિ રહેશે. અહીં આવનાર ભક્તોને કોઈ અગવડ ના પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – Danta : રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાનો આક્ષેપ, તાળાબંધીની ચીમકી

Whatsapp share
facebook twitter