Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Porbandar : બોટમાંથી રૂ.2500થી 3 હજાર કરોડનું હજારો કિલો ડ્રગ્સ ઝડપાયું, 4 વિદેશીઓની ધરપકડ!

11:58 PM Feb 27, 2024 | Vipul Sen

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યો છે. ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના દરિયા કિનારામાંથી ઇતિહાસનો સૌથી મોટો કહી શકાય તેવો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. માહિતી મુજબ, ગુજરાત ATS, નેવી અને NCBના આ સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના (Porbandar) મધદરિયમાંથી અંદાજે 2500 થી 3 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના (Gujarat) દરિયા કિનારામાંથી ડ્રગ્સ જેવા માદક પદાર્થોની હેરાફેરી રાજ્ય સરકાર, પોલીસ (Gujarat Police) અને સુરક્ષા એજન્સીઓ માટે સતત પડકાર સમાન રહી છે. ત્યારે હવે સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના દરિયા કિનારામાંથી ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પડાયો છે. માહિતી મુજબ, પોરબંદરના (Porbandar) મધદરિયેથી ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો પકડી પડાયો છે. બાતમીના આધારે ATS, નેવી અને એનસીબી પોરબંદર ભારતીય જળ સીમામાં કાર્યવાહી કરીને એક શંકાસ્પદ બોટની તપાસ કરી હતી. દરમિયાન, ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો.

4થી 5 ફોરેનરની ધરપકડ કરવામાં આવી

માહિતી મુજબ, બોટમાંથી રૂ. 2500થી 3 હજાર કરોડનું હજારો કિલો ડ્રગ્સ (Drugs) ઝડપાયું હતુ. આ સાથે બોટના ક્રૂ મેમ્બર એમ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ચરસ અને ડ્રગ્સનો જથ્થો દુશ્મન દેશમાંથી ગુજરાતમાં લવાઈ રહ્યો હતો. બોટ સાથે 4થી 5 ફોરેનરની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે માદક પદાર્થના જથ્થાની ગણતરી કરવામાં આવી રહી છે ત્યારે આવતીકાલે NCB દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચો –  Anant Ambani : જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર!