+

PORBANDAR : કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા,ISI એજન્ટના તપાસમાં થશે મોટા ખુલાસા!

PORBANDAR: ગુજરાત 1600 કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે.પોરબંદરના સવંદનશીલ દરિયામાં અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એંજન્સીઓ ઓપરેશન હાથ ધરી દુશ્મનોના ઈરાદો સતત નિષ્ફળ બનાવી રહી છે.છેલ્લા ઘણા સમયથી પોરબંદરના…

PORBANDAR: ગુજરાત 1600 કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે.પોરબંદરના સવંદનશીલ દરિયામાં અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એંજન્સીઓ ઓપરેશન હાથ ધરી દુશ્મનોના ઈરાદો સતત નિષ્ફળ બનાવી રહી છે.છેલ્લા ઘણા સમયથી પોરબંદરના દરીયામાં કરોડા રુપિયાના ડ્રગ્સ ઝડપાઇ રહ્યા છે. ત્યારે વધુ એક વખત પોરબંદર બદનામ થયુ છે. પોરબંદરના સુભાષનગરમાંથી પાકિસ્તાની એજન્ટ ઝડપાયો છે.આ શખ્શને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે આરોપી યુવાન જતીન ચારણીયાના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

 

ATS જાહેર કરેલી પ્રેસનોટ એવો ઉલ્લેખ કર્યો

પોરબંદરમાંથી ઝડપાયેલા જતીન ચારણીયા નામના 21 વષીય યુવાને પાકિસ્તાન સુધી રાષ્ટ્રીય સુરક્ષા લગતી માહિતી પહોચાડી દેશ વિરોધી કામ કયુ છે. ATS જાહેર કરેલી પ્રેસનોટ એવો ઉલ્લેખ કર્યો છે. ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર પી.બી દેસાઈને ગુપ્ત બાતમી મળેલ કે, જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા જે પોરબંદર દરીયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે. તે છેલ્લા ચારેક મહીનાથી Advika Prince નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા તેના વહાણોની માહીતી ફેસબુક મેસેન્જર અને ત્યારબાદ WhatsApp તથા Telegram જેવી ચેટ એપ્લીકેશન્સ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવે છે આમ કરીને તે દેશ વિરોધી પ્રવૃતિ કરી રહેલ છે.જેના સંદર્ભ આરોપી જતીનની ધરપકડ કર્યા છે. તો બીજી તરફ આરોપી તરફે વકીલ ભરત ભાઇ લાખાણીએ બચાવ કહ્યુ કે પોરબંદરનો યુવાન કોઇ આંતકવાદી નથી પણ સોશયલ મડીયામાં મહીલા આકર્ષક ભોગ બની હનીટ્રેપ જેવુ હોવાનુ જણાવી રહ્યા છે.

 

ગુજરાત ATS ના PI પિયુષ દેસાઈને બાતમી મળી હતી

મળતી માહિતી અનુસાર, આ જાસૂસ વિશેની બાતમી ગુજરાત ATS ના PI પિયુષ દેસાઇને મળી હતી. આ બાતમી મળતા ટીમે જતીન ચારણીયા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ જતીન ઉપર છેલ્લા કેટલાક સમયથી વોચામાં રાખવામાં આવ્યો હતો. જતીન પોતે પાકિસ્તાન ખાતે માછીમારીનું કામ કરતો હતો. આ જાસૂસે ઇન્ડીયન કોસ્ટ ગાર્ડના વાહનો અને જેટી અંગેની સંવેદનશીલ માહિતી મોકલી હતી. આ માહિતી તેને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અને વોટ્સેપ દ્વારા મોકલી હતી. આ જાસૂસે ફોનમાં ચેટ પકડાઈ ન જાય તે માટે 24 કલાક બાદ ચેટ ક્લીઅર થઈ જાય તે પ્રકારે સેટિંગ રાખ્યું હતું. જતીન જાસૂસને આ માહિતી મોકલવા બદલ 6 હજાર રૂપિયા મળ્યા હતા. આ જાસૂસને અવંતિકા પ્રિન્સએ મોબાઇલ નંબર આપ્યો હતો. હની ટ્રેપ બાદ જતીન 4 મહિનાથી તેના સંપર્કમા હતો અને છેલ્લા 15 દિવસથી ATS દ્વારા તપાસ ચાલતી હતી

અહેવાલ -કિશન ચૌહાણ -પોરબંદર 

આ પણ  વાંચો- Botad : તળાવમાં ડૂબી જવાથી મોતનો વધુ એક બનાવ, બે યુવકોએ ગુમાવ્યો જીવ

આ પણ  વાંચો- Ahmedabad: ગરમીએ તોડ્યો 127 વર્ષનો રેકોર્ડ, જાણો આગામી દિવસોમાં ક્યાં પહોંચશે તાપમાન ?

આ પણ  વાંચો- Metro Train : ગાંધીનગર-અમદાવાદ વચ્ચેના આ રૂટ પર જૂનથી દોડતી થશે મેટ્રો, જાણો વિગત

Whatsapp share
facebook twitter