+

Porbandar : દિવાળી સહિતના તહેવારો શાંતિમય અને ભયમુક્ત રીતે ઉજવણી થાય તે માટે પોરબંદર પોલીસનો એકશનમાં

નવરાત્રિ બાદ હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. પોરબંદરની મુખ્ય બજારોમાં ખરીદી કરનાર ગ્રાહકોની ભીડ વધી રહી છે.દિવાળી સહિતના તહેવારો શાંતિમય અને ભયમુક્ત રીતે ઉજવાય તે માટે પોરબંદર પોલીસ…

નવરાત્રિ બાદ હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. પોરબંદરની મુખ્ય બજારોમાં ખરીદી કરનાર ગ્રાહકોની ભીડ વધી રહી છે.દિવાળી સહિતના તહેવારો શાંતિમય અને ભયમુક્ત રીતે ઉજવાય તે માટે પોરબંદર પોલીસ તથા પોરબંદર છાંયા નગરપાલિકા દ્વારા આજે શુક્રવારની મોડી સાંજે ફુટ પ્રટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પોરબંદર જિલ્લા પોલીસ વડા અને પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી પણ જોડાયા હતા.વૈકલ્પિક પાર્કિંગની વ્યવસ્થા, ટ્રાફિક લગતા પ્રશ્ન, ટ્રાફિક બિગ્રેડના પોઇન્ટ, પોલીસ જવાનોના પોઇન્ટ,બેરીકેટ વગેરે બાબતે જીલ્લા પોલીસ વડાએ જાતે જ સ્થળ ચકાસણી કરી હતી.

તહેવારો શાંતિમય અને ભયમુક્ત રીતે ઉજવાય તે માટે પોરબંદર પોલીસનો એક્શન પ્લાન : એસ.પી. જાડેજા

પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસહ જાડેજાએ મીડીયાને આપેલ ઇન્ટરવ્યું માં જણાવ્યું હતુ કે, દિવાળીના તહેવારો ટુંક સમયમાં આવી રહ્યા છે.ત્યારે પોરબંદર પોલીસ દ્વારા શહેરની મુખ્ય બજારો જેવી બંગડી બજાર,સોની બજાર, માણેકચોકથી ડ્રિમલેન્ડ સુધીના મુખ્ય રોડ પર ગ્રાહકોની ભીડ મોટા પ્રમાણમાં થઇ રહી છે.આગામી તહેવારોમાં કોઇ પ્રમાણના મિલકત વિરૂધ્ધના કે છેડતીના કે અન્ય કોઇ બનાવ ન બનતે માટે પોરબંદર પોલીસ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

જેના અંતર્ગત શહેરની મુખ્ય માર્કેટોમાં અલગથી ટ્રાફીક પોલીસના પોઇન્ટ,સ્થાનિક પોલીસના પોઇન્ટ તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે બેરીકેડ સહિત કામગીરી કરવામાં આવશે તેમજ વન-વે, એકી-બેકી લગતા જાહેરનામાનો અમલીવારી થાય અને લોકો શાંતિમય તથા ભયમુક્ત રહી ખરીદી કરી તહેવારની ઉજવણી કરી શકે છે.તેમજ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર તહેવારોમાં સારી રીતે કરી શકે તે માટે પોરબંદર પોલીસ દ્વારા અલગ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે.આ એકશન પ્લાનનો રિવ્યુ કરવા માટે પોરબંદરની મુખ્ય બજારોમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્ય બજારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે વૈકિલ્પીક અન્ય સ્થળોએ વાહનો પાર્ક થઇ શકે તે માટે નગરપાલિકા સાથે ચર્ચા કરવામાં આવી છે.

પાર્કિંગની જગ્યાએ ગ્રાહકો વાહન પાર્ક કરે તો ટ્રાફિક સમસ્યા હળવી થશે : પાલિકા પ્રમુખ

દિવાળીના તહેવારોને લઇને પોરબંદર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે મુખ્ય બજારોમાં ફુટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેહવારોમાં વેપારીઓ અને ગ્રાહકો ભયમુક્ત અને શાંતિમય રેીતે તહેવારની ઉજવણી કરી શકે તે માટે આયોજન કરાયું હતું.પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતુ કે, પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસહ જાડેજા ગ્રાઉન્ડ કક્ષાના વ્યક્તિ છે અન્ય જેમી પોલીસ વાહનમાં બેસી નહી પણ તેઓ જાતેે ફુટ પેટ્રોલીંગ કરી ટ્રાફીક લગતા પ્રશ્ન, દુકાન આડે પાથરણાં વાળાના પ્રશ્નને સ્થળ પર જ સંકલન કરી યોગ્ય નિર્ણય લઇ અને જાતે રિવ્યું લેવા ફુટ પેટ્રોલીંગ સામીલ થયાને લોકો સાથે ચર્ચા વિચારણા કરી છે.

જે ખૂબ સારી કામગીરી છે. પાલિકા પ્રમુખ ચેતનાબેને વધુમાં કહ્યુ હતુ કે, પોલીસ અને ચુંટાયેલા પ્રતિનિધિ તથા લાગતા વળગતા તંત્ર દ્વારા સયુંક્ત રીતે કામગીરી થાય તો પોલીસ, વહીવટી તંત્રની કામગીરી લોકો સાથે સંકલન કરી યોગ્ય અને સુંદર કામગીરી થઇ શકે છે. બજારોમાં ફુટપાથ નજીક થઇ રહેલા આડેધડ પાર્કિંગના પ્રશ્ને ચેતનાબેને જવાબ આપતા જણાવ્યું હતુ કે, મુખ્ય બજારોમાં પાર્કિંગનો પેચીદો પ્રશ્ન છે. બજારોમાં જે લોકોની દુકાનો છે જે વ્યક્તિ મોટી ઉંમરના હોય કે દુકાન માલિક પોતાની દુકાનો આગળ પાર્ક કરે છે. પરંતુ ખરીદી કરનાર ગ્રાહક પણ દુકાનદારના સ્કૂટર પાસે પોતાનુ વાહન પાર્ક કરે છે.જેથી પાર્કિંનો પ્રશ્ન ઉદ્ભવ છે. પાર્કિંગની જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યા જો ગ્રાહકો મુખ્ય બજારની દુકાન સામેની બદલે પાર્કિંગના સ્થળ પર પોતાનો વાહનો પાર્ક કરે તોમુખ્ય બજારની ટ્રાફીકની સમસ્યા ઘણી હળવી થઇ શકે તેમ છે.

અહેવાલ : કિશન ચૌહાણ, પોરબંદર

આ પણ વાંચો : શાહપુરમાં દિનદહાડે એક યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરનારા હત્યારાઓ ઝડપાયા

Whatsapp share
facebook twitter