Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Porbandar ICG: ભારતીય જળસીમા પર ડ્રગ્સ માફિયાઓ બન્યા બેફામ, ICG એ 480 કરોડનો જથ્થો પકડ્યો

06:08 PM Mar 12, 2024 | Aviraj Bagda

Porbandar ICG: ફરી એકવાર ગુજરાતની જળસીમા પરથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડ્પાયું છે. આ વખતે ICG અને ATS દ્વારા આશરે 480 કરોડના જથ્થા સાથે એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે.

  • 06 લોકો સાથે એક પાકિસ્તાની બોટની ધરપકડ કરી
  • 11 માર્ચની રાત્રે પહેલાથી દરિયામાં જહાજો તૈનાત કર્યા
  • વધુ તપાસ પોરબંદરમાં હાથ ધરવામાં આવશે

11 માર્ચની રાત્રે ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) બાતમીના આધારે નાર્કોટિક્સ પદાર્થ સાથે 06 લોકો સાથે એક પાકિસ્તાની બોટની ધરપકડ કરી છે. આ ધરપકડમાં મળેલો ડ્રગ્સનો જથ્થો કુલ 80 કિલોનો હતો, જેની કિંમત આશરે 480 કરોડ આંકવામાં આવી છે. આ બોટને ICG દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી.

11 માર્ચની રાત્રે પહેલાથી દરિયામાં જહાજો તૈનાત કર્યા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે (ICG) બાતમીના આધારે 11 માર્ચની રાત્રે પહેલાથી દરિયામાં જહાજો તૈનાત કરી દીધા હતા. ત્યારે ઓપરેશનમાં ICG એ તેના ડોર્નિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ પણ સોંપ્યું હતું. અંતે ICG ના જહાજો ઉપરાંત NCB અને ATS ગુજરાતની ટીમો સાથે મળીને શંકાસ્પદ બોટને શોધી પાડવામાં આવી હતી.

વધુ તપાસ પોરબંદરમાં હાથ ધરવામાં આવશે

જોકે આ બોટ દ્વારા ભારતીય જહાજો અને ડોર્નિયર એરક્રાફ્ટને માત આપવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે (ICG) બોટ સહિત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ બોટમાં કુલ 6 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જોકે આ કેસની વધુ તપાસ કરવા માટે આરોપી સહિત મુદ્દામાલને પોરબંદર રવાના કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત આ સરહાનિય કાર્ય બદલ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ICG અને ATS ને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમણે એજન્સીને ગૃહ વિભાગ દ્વારા રૂ. 10 લાખનું ઈનામ આપવાનો પણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat High Court : એફિડેવિટ એ ઔપચારિકતા નથી, અરજીનું હ્રદય અને આત્મા છે : Chief Justice