Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PORBANDAR : મહેમાન બનેલ ગીરની સિંહણ અને બાળ સિંહને સલામત સ્થળે ખસેડાયા, વન વિભાગનું મૌન વ્રત ! સતાવાર રીતે કોઈ જાહેરાત નહી

10:43 AM Nov 18, 2023 | Harsh Bhatt
અહેવાલ – કિશન ચૌહાણ 
પોરબંદરમાં દિવાળી તહેવારે મહેમાન બનેલા ગીરની સિંહણ અને બાળ સિંહણને ગુરૂવારે રાત્રીના છાંયા બંધ એસીસી ફેકટરીમાંથી પકડી સલામત સ્થળે ખસેડાઈ હોવાની વાતો થઈ રહી છે. આ મામલે વન વિભાગના અધિકારીઓએ જાણે મૌન વ્રત લીધો હોય તેમ સતત પત્રકારોના ફોન ઉપાડવા ટાળી રહ્યાં છે. એક તરફ લોકો છાંંયા એસીસી વિસ્તાર વાળા રસ્તા પરથી પસાર થવા ભય અનુભવી રહ્યાં છે. તો બીજી તરફ વન વિભાગના અધિકારી સત્ય કહેવા મૌન વ્રત લીધું છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે વન વિભાગ સિંહણ અને બાળ સિંહને સલામત સ્થળે ખસેડાયા હોવાના મુદે સતાવાર રીતે હજુ સુધી કાંઈ પણ કહ્યું નથી.જેથી લોકોમાં ભય માહોલ જાેવા મળી રહ્યો છે.
કુતિયાણાના ખાગેશ્રી, રાણાકંડોરણા બાદ પોરબંદરમાં ધામા નાખ્યા હતા
પોરબંદર જિલ્લામાં દસ ૧૪ દિવસ પૂર્વે ગીરની સિંહણે તેના બાળ સિંહને બચાવવા છેક અમરેલી-ધારી સાઈડથી પ્રવાસ આંટાફેર કરતાં-કરતાં કુતિયાણાના ખાગેશ્રી ગામ આસપાસ પ્રવેશ કર્યો હતો. દિવાળીના મોડી સાંજના સમયે છાંયા એસીસી બંધ ફેકટરીથી રીવરફ્રન્ટ સુધીના વિસ્તારમાં તેના આંટાફેરા થઈ રહ્યાં હતા.
દિવાળી તહેવાર સિંહણ તથા બાળ સિંહ રઘુવંશી નજીકના રોડ ક્રોશ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. તાત્કાલીક વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી થોડી સમય સુધી રસ્તો બંધ કરાયો હતો. ત્યારબાદ ગઈ કાલે ગુરૂવારની રાત્રીના સિંહણ તથા બાળસિંહ છાંયા બંધ એસીસી ફેકટરી વિસ્તાર બંન્ને સુરક્ષિત રીતે પકડી લઈ સલામત સ્થળે ખસેેડી હોવાની ચર્ચાઈ થઈ રહી છે.
વન વિભાગના જવાબદાર અધિકારીઓએ ધારણ કર્યુ મૌન વ્રત 
અમરેલીના ધારા સાઈડથી આવેલી ચડેલી સિંહણ હાલ પોતાનું મુકામ નેચરલી રીતે શોધે છે જેથી વિવિધ ગામોના વિસ્તારોમાં આંટાફેરા કરી રહી છે. ૧૪ દિવસ પહેલા કુતિયાણાના ખાગેશ્રી બાદ રાણાકંડોરણા ત્યાર પછી સુરખાબી નગરી પોરબંદરમાં દિવાળીના તહેવારે સિંહણ તથા બાળ સિંહ પોરબંદરના મહેમાન બન્યા હતા.જેનું વનવિભાગની ટીમ રેડિયો કોલરની મદદથી મોનીટરીંગ કરવામાં કરી રહ્યું છે.વન વિભાગના અધિકારીઓ છાંયા બંધ એસીસી ફેકટરીમાં સતત મોનીટરીંગ કરી રહ્યું હતું. પરંતુ એક થઈ રહેલી લોકચર્ચા મુજબ ગુરૂવારે રાત્રીના બંધ ફેકટરીમાં વિસ્તારમાથી બંનેને પકડી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પરંતુ પોરબંદર વન વિભાગના જવાબાદર અધિકારીઓએ જાણે મૌન વ્રત ધારણ કર્યાે હોય તેમ પત્રકારોના ફોન ઉપાડવાનું સતત ટાળી રહ્યાં છે. એક તરફ લોકો છાંયા બંધ એસીસી બંધ ફેકટરી વિસ્તાર વાળા રસ્તા પરથી પસાર થવા ભય અનુભવી રહ્યાં છે. ત્યારે જવાબાદર અધિકારીઓ લોકોને સાચી માહિતી આપે તે પણ જરૂરી છે.