+

Porbandar Food Officer: પોરબંદર જિલ્લામાં સરકારી અનાજના ગોડાઉનમાં વધુ એક કૌભાંડ આવ્યું સામે

Porbandar Food Officer: કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખાને આવતા લોકો માટે ખાસ અન્ન ક્ષેત્રે યોજવાઈઓ કરવામાં આવી છે. પરંતુ આ કાયદાકીય જોગવાઈમાં પણ અનેક લોકો દ્વારા છેતરપિંડી…

Porbandar Food Officer: કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખાને આવતા લોકો માટે ખાસ અન્ન ક્ષેત્રે યોજવાઈઓ કરવામાં આવી છે. પરંતુ આ કાયદાકીય જોગવાઈમાં પણ અનેક લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે. ત્યારે પોરબંદરમાં જિલ્લા પુરવઠા અધિરારીઓ દ્વારા અનાજની છેતરપિંડીનો મામલો નોંધ્યો છે.

  • પોરબંદરમાં રૂ. 1.18 કરોડની અનાજ ઉચાપત કરી
  • ગોડાઉનમાં થયેલા અનાજ ગોલમાલનો ઘટસ્ફોટ
  • દહેગામમાં રૂ. 1.18 કરોડના અનાજની છેતરપિંડી

ત્યારે પોરબંદર જિલ્લામાં સરકારી અનાજનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પોરબંદર જિલ્લામાં સરકારી અનાજના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારીએ ઇન્ચાર્જ, ગોડાઉન મેનેજર અને કોન્ટ્રાક્ટર સામે 1.18 કરોડની સરકારી અનાજ ગોલમાલ અને ઉચાપતની ફરિયાદ નોંધાતા ધમધમાટ શરૂ થયો છે. તે ઉપરાંત ગત વર્ષે રાણાવાવ સરકારી ગોડાઉનમાંથી 99 લાખનો અનાજ કૌભાંડ સામે આવ્યો હતો.

Porbandar Food Officer

ગોડાઉનમાં થયેલા અનાજ ગોલમાલનો ઘટસ્ફોટ

પોરબંદર જિલ્લામા વર્ષ 2019 થી 2023 સુધી દેગામ ગામના સરકારી અનાજના ગોડાઉન માંથી ઘઉં, ચોખા,ખાંડ,ચણા, સીંગતેલ સહિતના માલની ગોલમાલ થયેલી હોવાની માહિતી મળી હતી. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઑડિટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગોડાઉનમાં થયેલા અનાજ ગોલમાલનો સમગ્ર ઘટસ્ફોટ થયો હતો.

દહેગામમાં રૂ. 1.18 કરોડના અનાજની છેતરપિંડી

Porbandar Food Officer

સમગ્ર તપાસ બાદ અધિકારીઓ દ્વારા ગોડાઉન મેનેજર અને કોન્ટ્રકટર સામે અનાજ ઉચાપતનીં ફરિયાદ નોંધાવતા જિલ્લામાં ખડભડાટ મચી ગઈ છે. તે ઉપરાંત દહેગામમાં રૂ. 1.18 કરોડના અનાજની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા ગયો છે. એક તરફ સરકાર ગરીબોને મફત અનાજ આપવા માટે અનેક યોજનાઓ બનાવે છે. ત્યારે આવા કૌભાંડ કરનાર સરકારના ગોડાઉનમાંથી અનાજ સીધેસીધું વેચી જલસા કરે છે. જોવાનું એ છે કે હવે પોલીસ ફરિયાદ બાદ કોન્ટ્રકટર સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે.

આ પણ વાંચો: VADODARA : જોખમી કેમીકલની અસુરક્ષિત હેરાફેરી નાકામ બનાવતી LCB

આ પણ વાંચો: છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના કર્મચારીઓને બબ્બે માસ સુધી પગાર ન મળતા હડતાલ ઉપર ઉતર્યા

આ પણ વાંચો: Gujarat ACB : બે છટકામાં અમદાવાદના સર્કલ ઓફિસર સહિત 3 ઝડપાયા

Whatsapp share
facebook twitter