Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PORBANDAR : દેખો દેખો કોન આયા સનાતની શેર આયા, સુદામાપુરીમાં સનાતન ધર્મના આજે બે-બે સૂર્ય ઉગ્યા

05:24 PM Oct 18, 2023 | Harsh Bhatt

અહેવાલ – કિશન ચૌહાણ, પોરબંદર 

સુદામાપુરીમાં સનાતન ધર્મના જાણે આજે બે-બે સૂર્ય ઉગ્યા હોય એવું વાતાવરણ સર્જાયું છે.  સાંદીપનિ અને શ્રી હરિ મંદિરના સંસ્થાપક ભાઈશ્રી પૂ.રમેશભાઈ ઓઝાના ચાલતા નવરાત્રી અનુષ્ઠાનનો લાભ લેવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી પધાર્યા છે.બાબા બાગેશ્વરજીએ આજે બપોરના સમયે સાંદીપનિ ખાતે ભાઈશ્રીના કમલ ચરણે વંદન કર્યા હતા.

ભાઈશ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાએ ધીરેન્દ્ર શાસ્ત્રીજીને હનુમાનજીના આશીર્વાદની અનુભૂતિ કરાવનારા સનાતન ધર્મના સુરજ તરીકે ઓળખાવી ખૂબ ખૂબ સ્વાગત કર્યું હતું. જેના બદલામાં ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ પણ ભાઈશ્રીના કમલ ચરણોમાં વંદન કરતા ભાઈશ્રીએ તેમને બથ ભરી ખોળામાં સ્થાન આપી ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા.

બાબા બાગેશ્વરજીએ પોતાના ધાર્મિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે ‘‘હું ભાઈશ્રીથી મોહિત થયેલો છું. જે-તે સમયે ભાઈશ્રીનો એક વાયરલ વિડીયો મેં જોયો હતો જેમાં ભાઈશ્રીએ જણાવ્યું હતું કે અનુષ્ઠાન ભણેલ-ગણેલ બ્રાહ્મણ આચાર્ય પાસે જ કરાવવું જોઈએ.એ સિવાયના અનુષ્ઠાનનું પરીણામ કે પુણ્ય મળવું મુશ્કેલ છે.પોરબંદર સહિત ગુજરાતના લોકોને ભાઈશ્રીના સાંનિધ્યતાથી ભાગ્યશાળી ગણાવ્યા હતા, સદ્મન ભાઈશ્રી વૈદ જેવા છે. રોગી ડોક્ટર પાસે જાય તેમ સંસારના તાપથી ત્રસ્ત લોકોને આવા સદ્ગુરુ શાંતિના માર્ગ તરફ આગળ વધારે છે.’’ આ પ્રસંગે તેઓએ સદગુરુદેવના ગુણગાન ગાઈ શ્રોતાઓને શાસ્ત્રોમાં વર્ણવેલા દ્રષ્ટાંતોથી સુંદર માર્ગદર્શન આપ્યું હતું સાથે ‘સીતારામ હનુમાન…સીતારામ હનુમાન…’ની ધૂન બોલાવી ત્યારે ઉપસ્થિત સહુ કોઈ પણ ધૂનમાં સાથે જોડાયા હતા. રામાયણના પ્રસંગોનું અદ્ભૂત વર્ણન કરી બાબા બાગેશ્વરે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સુદામાપુરીના ધર્મપ્રેમીજનો પણ ‘હિન્દુ હૃદય સમ્રાટ’ બાબા બાગેશ્વરજીના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.

બાબા બાગેશ્વરજીએ અંબાજીથી સીધા પોરબંદર આવી સાંદીપનિ ખાતે અંબા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહીં અભ્યાસ કરતા ઋષિકુમારોને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા.

આ પણ વાંચો — ભરૂચ જિલ્લામાં ફુલના ખેડૂતો પાયમાલ, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.