Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ રાજકારણ ગરમાયું, મમતાના દાવા પર અશ્વિની વૈષ્ણવે ઉઠાવ્યો વાંધો, જાણો શું કહ્યું…

10:48 PM Jun 03, 2023 | Dhruv Parmar

ઓડિશામાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટનાની જાણકારી લેવા પહોંચ્યા હતા. તેમણે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

મમતાએ પહેલા બચાવ કાર્ય વિશે પૂછપરછ કરી. જે બાદ અકસ્માત અંગે ભારે આશંકા વ્યક્ત કરી હતી. મમતાએ 500 થી વધુ લોકોના મોતની સંભાવના વ્યક્ત કરી છે. જો કે, રેલ્વે મંત્રી વૈષ્ણવે તરત જ મમતાના દાવા સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું, સત્તાવાર આંકડો સામે છે. મૃતકોની સંખ્યા 238 હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે મોડી સાંજ સુધીમાં મૃત્યુઆંક 288 પર પહોંચી ગયો છે.

વાસ્તવમાં, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ બચાવ કાર્યની જાણકારી લેવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મમતાએ કહ્યું, આ સદીનો આ સૌથી મોટો ટ્રેન અકસ્માત છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ. આની પાછળ ષડયંત્ર હોવાની આશંકા છે. સત્ય બહાર આવવું જોઈએ.

ટ્રેન અકસ્માત રોકાતી સિસ્ટમ કામ કેમ નથી કરતી ?

મમતાએ કહ્યું કે, ટ્રેનનો અકસ્માત ન થાય તેવી સિસ્ટમ કામ કેમ નથી કરતી? તેમણે કહ્યું, કોરોમંડલ એક્સપ્રેસમાં એન્ટિ-કોલિઝન સિસ્ટમ નથી. જ્યારે હું રેલ્વે મંત્રી હતી ત્યારે મેં ટ્રેન અકસ્માત રોકવા માટે એક સિસ્ટમ લગાવવામી કવાયત હાથ ધરી હતી. આ સિસ્ટમના કારણે એક જ ટ્રેક પર દોડતી ટ્રેનો ચોક્કસ અંતરે જ રોકાતી હતી. હવે, જ્યારે તમે અહીં છો (અશ્વિની વૈષ્ણવ તરફ વળે છે) હું કહેવા માંગુ છું કે આ ટ્રેનમાં કોઈ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી ન હતી. આવી ટેક્નોલોજીના અમલીકરણથી આ ઘટનાને ટાળી શકાઈ હોત.

‘500 લોકોના મોતની આશંકા, તપાસ થવી જોઈએ’

મમતાએ વધુમાં કહ્યું કે, આ રાજનીતિ કરવાનો સમય નથી. હું અહીં રેલ્વે મંત્રી અને સરકારની સાથે ઉભી છું. આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આટલા લોકો કેવી રીતે મરી ગયા? સાંભળ્યું છે કે 500 મૃત્યુ પામ્યા છે. જોકે, રેલ્વે મંત્રી વૈષ્ણવે તરત જ વાંધો ઉઠાવ્યો અને કહ્યું- અત્યાર સુધીમાં 288 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Odisha Train Accident અંગે PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…