+

મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈ વધુ ઉગ્ર, મુંબઇમાં શિવસૈનિકોની ભવ્ય બાઇક રેલી

મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈ વધુ ઉગ્ર બનતી જાય છે. મહારાષ્ટ્રમાં આજે પણ રાજકીય સંકટ યથાવત છે. મહારાષ્ટ્રમાં શિવસેના પર નિયંત્રણ મેળવવાની રાજકીય લડાઈ વધુ તેજ થઈ રહી છે. હવે આ કલહે ઉગ્રરુપ સ્પરુપ ધારણ કરી રહ્યું છે. હાલમાં શિવસેનાના કાર્યકર્તાઓ દ્રારા મુંબઇમાં એકભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું છે. સુરક્ષાના કારણે  શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીએ ગઇકાલે અટલે કે શનિવારે એક ઠરાવ પàª
મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈ વધુ ઉગ્ર બનતી જાય છે. મહારાષ્ટ્રમાં આજે પણ રાજકીય સંકટ યથાવત છે. મહારાષ્ટ્રમાં શિવસેના પર નિયંત્રણ મેળવવાની રાજકીય લડાઈ વધુ તેજ થઈ રહી છે. હવે આ કલહે ઉગ્રરુપ સ્પરુપ ધારણ કરી રહ્યું છે. હાલમાં શિવસેનાના કાર્યકર્તાઓ દ્રારા મુંબઇમાં એકભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું છે. સુરક્ષાના કારણે  શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીએ ગઇકાલે અટલે કે શનિવારે એક ઠરાવ પસાર કર્યો હતો કે જેમાં કહેવાયું કે અન્ય કોઈ રાજકીય સંગઠન તેના નામ અથવા તેના સ્થાપક દિવંગત બાળ ઠાકરેના નામનો ઉપયોગ કરી શકશે નહીં. અસંતુષ્ટ ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર ધારાસભ્યોએ તેમના જૂથનું નામ શિવસેના બાળાસાહેબ રાખ્યા પછી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

રશ્મિ ઠાકરે બળવાખોર શિવસેના ધારાસભ્યોને મનાવવા મેદાને 
આજે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સંજય રાઉતે પડકાર આપ્યો છે. તો બીજતરફ સી.એમ. ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે બળવાખોર શિવસેના ધારાસભ્યોની પત્નીઓ સાથે ફોન પર વાત કરીને તેમના પતિઓને સમજાવવા મથી રહ્યાં છે.મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વધી રહી છે ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અન્ય ધારાસભ્યોની પત્નીઓને તેમના પતિ સાથે વાત કરવા સમજાવવા માટે મેદાને ઉતર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરે કેટલાક બળવાખોર ધારાસભ્યોને પણ મેસેજ કરી રહ્યા છે કે જેઓ હાલમાં ગુવાહાટીની એક હોટલમાં રોકાયા છે. તો રાજ્યપાલ કોશ્યારી કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ હતાં તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને આજે હોસ્પિટલમાંથી રજા અપાતા રાજભવન પહોચ્યાં છે. તેમને કોરોના સંક્રમિત થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતાં.
શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સંજય રાઉતે ખુલ્લો પડકાર
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીએ શનિવારે એક ઠરાવ પસાર કર્યો હતો કે અન્ય કોઈ રાજકીય સંગઠન તેમના અથવા તેના સ્થાપક સ્વર્ગસ્થ બાળ ઠાકરેના નામનો ઉપયોગ કરી શકશે નહીં. તે જ સમયે, અસંતુષ્ટ ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર ધારાસભ્યોના જૂથે કહ્યું કે તેઓ નવી પાર્ટીની રચના કરશે અને તેનું નામ શિવસેના (બાળાસાહેબ) રાખ્યું છે. ત્યાર બાદ મામલો વધુ ગરમાયો હતો. અને ઠાકરે ત્યાં સુધી કહી દીધું કે વોટ માંગવા તમારા બાપાના નામનો ઉપયોગ કરો અમારા નહીં. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને તેને ચૂંટણી પંચ (EC)ને મોકલવામાં આવ્યો છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સંજય રાઉતે ખુલ્લો પડકાર આપતાં કહ્યું છે કે, તમે ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાઈને રહેશો, એક દિવસ તો તમારે ચોપાટી પર આવવું પડશે.

લાખો શિવસૈનિક અમારા ઈશારાની રાહ જોઈ રહ્યાં છે
શિવસેનાના નેતા સંજય રાઉતે આજે કહ્યું કે, “લોકો ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના પર જ વિશ્વાસ કરશે. ગઈકાલે ઉદ્ધવજીએ કહ્યું હતું કે જે લોકો બહાર ગયા છે તેઓએ શિવસેનાનું નામ ન વાપરવું જોઈએ અને પોતાના પિતાના નામનો ઉપયોગ કરીને વોટ માંગવા જોઈએ. તમે અમને ત્યાં બેસીને શું સલાહ આપો છો? હજારો અને લાખો શિવસૈનિકો અમારા તરફથી સંકેતની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અમે હજુ પણ સંયમ રાખ્યો છે. 

સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન
મુંબઈ, નવી મુંબઈ અને ઉલ્હાસનગર, થાણે જેવા શહેરોમાં બળવાખોર નેતા એકનાથ શિંદે વિરુદ્ધ શિવસૈનિકો મેદાનમાં ઉતર્યા છે. જોકે, શનિવારે સાંજે થાણેની લેન્ડમાર્ક સોસાયટીમાં શિંદેના ઘરની બહારનું ચિત્ર સાવ અલગ હતું. દરેક નિર્ણયમાં શિંદેને ટેકો આપવાનું વચન આપવા માટે થાણે જિલ્લામાંથી શિવસેના પક્ષના સેંકડો કાર્યકરો બહાર ભેગા થયા હતા. શહેરના સોશિયલ મીડિયા વર્તુળોમાં હેશટેગ #amhibhaismarthak (અમે એકનાથ શિંદેને સમર્થન આપીએ છીએ) ટ્રેન્ડ કરી રહ્યું હતું.
Whatsapp share
facebook twitter