Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગીર સોમનાથના વેરાવળમાં નકલી ઘી બનાવવાના કારખાના પર પોલીસનો દરોડો

11:19 PM Aug 24, 2023 | Vipul Pandya
અહેવાલ–અર્જુન વાળા, ગીર સોમનાથ
ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં નકલી ઘી બનાવાના કારખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો અને 2.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વખારિયા બજારમાં દરોડો
વેરાવલ શહેરૃના વખારિયા બજારમાં પોલીસને બાતમી મળી હતી કે ડુપ્લીકેટ ઘી બનાવવાનું મોટું કારખાનું ધમધમી રહ્યું છે જેના કારણે પોલીસે વખારિયા બજારમાં દરોડો પાડ્યો અને ડુપ્લીકેટ ઘી બનવાનો સામાન જપ્ત કર્યો હતો પોલીસે શંકાસ્પદ ઘીના ડબ્બા પણ જપ્ત કર્યા હતા.

ડારી ગામમાં પણ દરોડો 
ત્યારબાદ પોલીસે વેરાવળ તાલુકાના ડારી ગામે શ્યામ દિવેલ નામના વેપારીને ત્યાં દરોડો પાડ્યો હતો જ્યાં પણ નકલી ઘીનો જથ્થો મળી આવ્યો હતો.  પોલીસે બંને જગ્યા પરથી 2.34 લાખ નો મુદામાલ જપ્ત કર્યો છે અને પામતેલ, વનસ્પતિ ઘી સહિત 121 ડબ્બા શંકાસ્પદ ઘીનો જથ્થો અને સાધનો ઝડપી લીધા છે. બનાવના પગલે  ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની ટીમ પણ પહોંચી હતી અને સેમ્પલો લેવામાં આવ્યા  હતા. વેરાવળના ડારી ગામે શ્યામ દિવેલ પેઢીમાંથી 52 અને વેરાવળના વખારિયા બજાર માંથી 69 ડાબા નકલી ઘી જપ્ત કર્યું હતું. પોલીસે વેરાવળ દુકાનમાંથી 1,44,880નો મુદ્દામાલ તેમજ ડારી ગામેથી કુલ 89,325 મુદ્દામાલ કબજે કર્યો હતો.