Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાત્રા ચૉલ કૌભાંડમાં શિવસેના નેતા સંજય રાઉત ને મળ્યા જામીન, 100 દિવસથી વધારે ભોગવ્યો જેલવાસ, જાણો શું છે સમગ્ર મામલો

06:35 PM Apr 22, 2023 | Vipul Pandya

શિવસેનાના રાજ્યસભાના સાંસદ રાઉતને મોટી રાહત મળી છે. તેમને PMLA કોર્ટે જામીન આપ્યા છે. સંજય રાઉત સાથે પ્રવિણ રાઉતને પણ જામીન આપવામાં આવી છે. આ મહત્વના સમાચાર અંગે તમને જણાવી દઈએ કે, સંજયની પાત્રા ચૉલ જમીન કૌભાંડમાં EDએ 31 જુલાઈના રોજ ધરપકડ કરી હતી. પાત્રા ચૉલ જમીન કૌભાડ (Patra Chawl Land Scam) રૂ. 1,039 કરોડનું છે. આ કૌભાંડમાં EDએ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ) હેઠળ કેસ નોંધ્યો હતો. જે બાદ EDએ સંજય રાઉતના ઘરે તપાસ કરતા રૂ. 11.5 લાખ જપ્ત કર્યાં હતા. આ મામલે એપ્રીલમાં EDએ રાઉતની પત્નિ વર્ષા રાઉત અને તેમના નજીકનાઓની 11.15 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
મની લોન્ડ્રીંગ કેસમાં સીધી રીતે સામેલ હતા રાઉત
EDએ થોડાં દિવસો પહેલાં આ મામલે ચાર્જશીટ પણ દાખલ કરી હતી. ED પ્રમાણે શિવસેના સાંસદ સંજય રાઉત પાત્રા ચૉલ સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં પ્રવિણ રાઉત દ્વારા પ્રત્યક્ષ રીતે સામેલ હતા. EDએ દાવો કર્યો હતો કે, વર્ષ 2006-07 દરમિયાન સંજય રાઉતને તત્કાલિન કેન્દ્રીય કૃષિમંત્રીની અધ્યક્ષતામાં પાત્રા ચોલના પૂનર્વિકાસને લઈને પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર હાઊસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટિના (MHADA) અધિકારીઓ અને અન્ય લોકો સાથે અનેક બેઠકોમાં ભાગ લીધો હતો. તે બાદ કેસમાં આરોપી રાકેશ વધાવનને મેસર્સ ગુરૂઆશીષ કંસ્ટ્રક્શન પ્રા.લી.ના માધ્યમથી પાત્રા ચૉલ યોજનાના પૂનર્વિકાસ માટે લાવવામાં આવ્યું. સંજય રાઉતે કંટ્રોલ કરવા માટે ગુરૂ આશીષ કંસ્ટ્રક્શન પ્રા.લી.માં ડિરેક્ટર તરીકે પ્રવિણ રાઉતને પોતાના પ્રોક્સી અને વિશ્વાસુ તરીકે સામેલ કર્યાં.

3 મહિના બાદ મળી રાહત
3 મહિનાથી વધારે સમયથી જેલમાં બંધ સંજય રાઉતને હાલ રાહત મળી છે. રાઉતની 31 જુલાઈના રોજ EDએ ધરપકડ કરી હતી. શિવસેના સાંસદની જામીન અરજી પર અનેક વખત સુનવણી માટેની તારીખો પડી પણ દર વખતે કોર્ટ તેમની જ્યૂડિસીયલ કસ્ટડી વધતી રહી પણ અંતે તેમને જામીન મળ્યા. આ મામલે શિવસેના નેતા સામે કાર્યવાહી બાદ સૌથી પહેલા રાઉતની રિમાન્ડ 8 ઓગસ્ટ અને બાદમાં 22 ઓગસ્ટ સુધી વધારી દીધી હતી. જ્યારે ત્રીજીવાર તેમના રિમાન્ડ 5 સપ્ટેમ્બર સુધી વધાર્યા હતા.
શું છે સમગ્ર મામલો?
EDની ચાર્જશીટ પ્રમાણે સોસાયટી અને MHADA (મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી) સાથે કરવામાં આવેલી સમજુતી અનુસાર તેમને 672 ભાડુઆતોનું પુનર્વસન કરી દરેક માટે 767 વર્ગ ફુટના ફ્લેટનું નિર્માણ કરવાનું હતું. તે માટે MHADAને 111467.82 વર્ગ મીટરનો એક વિસ્તાર ફાળવાયો હતો. બદલામાં જમીન પર ફ્રી વેચાણ ઘટક વિકસિત કરવા અને થર્ડ પાર્ટીના ખરીદનારને ફ્લેટ વેચવાનો હક હતો. જોકે ગુરૂઆશીષ કંસ્ટ્રક્શન પ્રા.લી.એ પોતાનું દાયિત્વપૂર્ણ કરતા પહેલા FSIને વેચી દીધી. FSIને ગુરૂઆશીષ કંસ્ટ્રક્શન પ્રા.લી. દ્વારા થર્ડ પાર્ટી ડેવલપર્સને 1034 કરોડ રૂપિયામાં વેચી દીઝી હતી.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.