Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ખોડલધામના આગેવાનોએ PMશ્રી સાથે 45 મિનિટ શું ચર્ચા કરી? રમેશ ટીલાળા કહી આ વાત

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

  • ખોડલધામના આગેવાનોએ PMશ્રીને ધ્વજા ચડાવવા માટે આમંત્રણ આપ્યું
  • વડાપ્રધાને ધ્વજા ચડાવવા માટે આમંત્રણ સ્વીકાર્યું
  • વડાપ્રધાનની મુલાકાત સુચક માનવામાં આવી રહી છે
પાટીદાર સમાજની મહત્વની સંસ્થાઓમાંની એક ખોડલધામ સંસ્થાના પ્રમુખ નરેશ પટેલ અને સંસ્થાના અન્ય આગેવાનોએ ગઈકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂ મળ્યા હતા. તેમની વડાપ્રધાનશ્રી સાથેની આ મુલાકાત 45 મિનિટ સુધી ચાલી હતી અને આ મુલાકાત બાદ ગુજરાતની રાજનીતિમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. જે બાદ આજે ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાની પ્રેસ કોફરન્સ કરી હતી જેમાં તેમણે વડાપ્રધાનશ્રી સાથેની તેમની આ મુલાકાતને ઔપચારિક ગણાવી હતી.
વડાપ્રધાને આમંત્રણને સહજ સ્વિકાર્યું: રમેશ ટીલાળા
ખોડલધામના રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે, અમારી આ મુલાકાત ઔપચારિક મુલાકાત હતી. ખોડલધામ પધારવા માટે આમંત્રણની આ મુલાકાત હતી. જે આમંત્રણ વડાપ્રધાનશ્રીએ સ્વિકાર્યું છે અને તેમનો શેડ્યૂલ જોઈને જણાવશે. PMO દ્વારા આગામી સમયમાં તેમને જાણ કરવામાં આવશે.

વડાપ્રધાનશ્રી સાથે આ ચર્ચા થઈ હતી
નરેશભાઈએ જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે વડાપ્રધાનશ્રીએ એવું પુછ્યું કે, તમે ખોડલધામમાં હવે નવું શું કરવા જઈ રહ્યાં છો? નરેશભાઈએ જવાબ આપ્યો કે, ખોડલધામના વિકાસ, રાષ્ટ્રના વિકાસમાં સર્વે સમાજને સાથે રાખી પ્રકલ્પો વિચાર્યાં છે તે પૈકીના યુનિવર્સિટી બનાવવાની છે. જેમાં વડાપ્રધાનશ્રીએ સુચન કર્યું કે, યુનિવર્સિટી કરો છો તો તમે સ્કિલ ડેવલપમેન્ટના કોર્સિસ પણ કરો. એ સિવાય વડાપ્રધાનશ્રી સાથે કૃષિના વિકાસ માટે અને આરોગ્યનું કામ વધારેમાં વધારે ઝડપથી કેમ કરી શકાય તે અંગે ચર્ચા થઈ હતી.

આ મુલાકાત સુચક માનવામાં આવી રહી છે
ખોડલધામના આગેવાનોએ વડાપ્રધાનશ્રીને ખોડલધામમાં ધ્વજા ચડાવવા માટે આમંત્રણ આપ્યું જે તેમણે સ્વિકાર્યું છે. વડાપ્રધાનશ્રીના શેડ્યૂલ અનુસાર PMO દ્વારા જાણ કરવામાં આવશે ત્યારે વડાપ્રધાનની આ મુલાકાત સુચક માનવામાં આવી રહી છે.