Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આજે વડાપ્રધાનશ્રી પહોંચશે અયોધ્યા, દિપોત્સવનો કરાવશે પ્રારંભ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

02:47 PM Apr 17, 2023 | Vipul Pandya

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે દિવાળીના (Diwali 2022) પર્વ પર અયોધ્યા જશે. આ દરમિયાન વડાપ્રધાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સ્થળનું નિરીક્ષણ કરશે. તેઓ ભગવાન શ્રીરામલલાના દર્શન અને પૂજા કરશે. આ પછી પ્રતિકાત્મક ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થશે. પૂજાપાઠ બાદ વડાપ્રધાનશ્રી ભવ્ય દિપોત્સવ સમારોહની શરૂઆત કરશે.

વડાપ્રધાનશ્રીનો સંપૂર્ણ કાર્યક્રમ
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ 5 વાગ્યે ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે. આ પછી તેઓ શ્રીરામ જન્મભૂમિ તીર્થસ્થળનું નિરીક્ષણ કરવા બહાર જશે.
  • તીર્થ ક્ષેત્ર સ્થળના નિરીક્ષણ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાંજે લગભદ 5.45 વાગ્યે પ્રતિકાત્મક ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક કરશે.
  • રાજ્યાભિષેક બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાંજ આશરે 6.30 કલાકે સરયૂ નદીના નવા ઘાટ પર પહોંચશે અને અહીં આરતી જોશે. જે બાદ તેઓ ભવ્ય દિપોત્સવ સમારોહની શરૂઆત કરશે.

  • આ વર્ષે દિપોત્સવનું છઠ્ઠું સંસ્કરણ આયોજીત કરવામાં આવી રહ્યું છે અને આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાનશ્રી મોદી આ સમારોહમાં વ્યક્તિગત રીતે ભાગ લેવા પોતે અયોધ્યા આવ્યા છે. આ ખાસ અવસરે 15 લાખ દિવડાંઓ પ્રજ્વલિત કરવામાં આવશે.
  • દીપોત્સવ દરમિયાન વિવિધ રાજ્યોના વિવિધ નૃત્યો સાથે પાંચ એનિમેટેડ ઝાંખીઓ અને 11 રામલીલા ઝાંખીઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અહીં ભવ્ય મ્યુઝિકલ લેસર શો તેમજ સરયૂ નદીના કિનારે રામ કી પૈડી ખાતે 3D હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શોનો આનંદ માણશે. કાર્યક્રમમાં પીએમની હાજરી દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.