Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Narendra Modi એ ઇટાલીના PM Giorgia Meloni ને કર્યો ફોન, જાણો શું વાત કરી?

08:19 AM Apr 26, 2024 | VIMAL PRAJAPATI

Narendra Modi: દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામેલો છે. આ સાથે આજે બીજા તબક્કાનું મતદાન પણ થઈ રહ્યું છે. સવારે સાત વાગ્યાની સાથે જ લોકો મત આપવા માટે જઈ રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ઇટાલીની પીએમ જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni)થી ફોનમાં વાત કરી છે. વડાપ્રધાન મોદીએ જ્યોર્જિયા મેલોનીને ઇટાલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ઇટાલીમાં G7 સમિટમાં ભારતને આમંત્રણ આપવા બદલ આભાર પણ માન્યો હતો. બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવા અંગે તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યો. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે.

જી7 શિખર સંમેલન ઇટાલીમાં યોજાશે

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યોર્જિયા મેલોનીએ આ વર્ષે ઇટાલીમાં યોજાઈ રહેલા જી7 શિખર સંમેલનમાં આઉટરીચ સત્રમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જી7 શિખર સંમેલન ઇટાલીમાં યોજાવાનું છે. મળતી વિગતો પ્રમાણે આ સંમેલન જૂન મહિલામાં યોજાવાનું છે.

નરેન્દ્ર મોદીએ ઇટાલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી

આ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તેમણે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે વાત કરી અને ઇટાલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી. જૂનમાં G7 સમિટમાં તેમને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો. G7 એ ભારતમાં યોજાયેલા G20 ના પરિણામોને આગળ વધારવાની ચર્ચા કરી. અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.

ગ્લોબલ સાઉથને પ્રોત્સાહન આપવા માટે પણ ચર્ચા કરી

તમને જણાવી દઈએ કે, જી7 શિખર સંમેલનમાં આઉટરીચ સત્ર, 13 જૂનથી 15 જૂન સુધી ઇટાલીમાં થવાનું છે. વડાપ્રધાન મોદી અને PM જ્યોર્જિયા મેલોનીએ ઇટાલીની અધ્યક્ષતામાં યોજાયેલી G7 સમિટમાં, ભારતના G20 પ્રમુખપદના મહત્વના પરિણામોને આગળ વધારવાની રીતો માટે અને ખાસ કરીને ગ્લોબલ સાઉથને પ્રોત્સાહન આપવા માટે પણ ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: PM Modi વિશે JP Morgan ચીફે કહી આ મોટી વાત, જાણો શું કહ્યું…

આ પણ વાંચો: સેલ્ફી લેવા જતા મહિલા સીધી જ જ્વાળામુખીમાં ખાબકી, ઘટના સ્થળે જ નિપજ્યું મોત

આ પણ વાંચો: SIPRI Report: જાણો, ભારત સૈન્ય સુરક્ષા અને હથિયારોની આયાતમાં વિશ્વસ્તરે કેમ પ્રથમ સ્થાને?