+

વડાપ્રધાનશ્રીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, મોટી સંખ્યામાં લોકો મોદીજીની એક ઝલક નિહાળવા ઉમટ્યા, જુઓ Video

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat assembly elections) ભાજપની ભવ્ય જીત થઈ છે. આવતીકાલે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર શપથ લેવાની છે. જેમાં હાજરી આપવા માટે વડાપ્રધાનશ્રી ગુજરાત આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી રોડ માર્ગે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતા. રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યાં બાદ તેઓ સોમવારે શપથવિધિમાં હાજરી આપશે.એરપોર્ટ પર સ્વાગતવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી રાજભવàª
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat assembly elections) ભાજપની ભવ્ય જીત થઈ છે. આવતીકાલે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર શપથ લેવાની છે. જેમાં હાજરી આપવા માટે વડાપ્રધાનશ્રી ગુજરાત આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી રોડ માર્ગે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતા. રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યાં બાદ તેઓ સોમવારે શપથવિધિમાં હાજરી આપશે.
એરપોર્ટ પર સ્વાગત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી રાજભવન જવા રવાના થયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. લોકોએ મોદી… મોદી… ના નારાથી તેમને વધાવ્યા હતાં તો ગુજરાતની સંસ્કૃતિના ઝાંખી ફ્લોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
કાર્યકર્તાઓમાં ઉત્સાહ
એરપોર્ટથી ગાંધીનગર વચ્ચેના માર્ગમાં વડાપ્રધાનશ્રીની એક ઝલક નિહાળવા માટે લોકો મોડી રાત સુધી ઉભા રહ્યાં હતા અને પોતાના ફોન વડે PMશ્રીનો ફોટો પાડતા પણ જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત આવ્યા હોવાથી ભાજપના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter