+

PM મોદી આજે 1800 કિમીની હવાઈ મુસાફરી કરશે, જાણો આજનો કાર્યક્રમ

આજે વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાત (Gujarat) માટે અનેક વિકાસકાર્યો (Development Work) ની ભેટ લઇને આવી રહ્યા છે. PM મોદી આજે સવારે સૌથી પહેલા અમદાવાદ…

આજે વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાત (Gujarat) માટે અનેક વિકાસકાર્યો (Development Work) ની ભેટ લઇને આવી રહ્યા છે. PM મોદી આજે સવારે સૌથી પહેલા અમદાવાદ (Ahmedabad) જશે, જ્યાં તેઓ અમૂલ કોઓપરેટિવની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 1.25 લાખથી વધુ ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. PM મોદી આજે મહેસાણામાં વાળીનાથ ધામ મંદિરનું ઉદ્ઘાટન પણ કરવાના છે. આ સિવાય PM મોદી નવસારી અને કાકરાપારમાં 25 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે.

PM મોદી આજે દિલ્હીથી અમદાવાદ અને ત્યારબાદ અમદાવાદથી કાશીના પ્રવાસે

PM મોદી (PM Moid) આજે ગુજરાતને વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ મોડી સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi) ની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ આવતીકાલે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે વારાણસીમાં PM મોદીના ભવ્ય સ્વાગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, આજે વડાપ્રધાન મોદી દિલ્હીથી અમદાવાદ (Delhi to Ahmedabad) અને ત્યારબાદ અમદાવાદથી કાશી (Ahmedabad to Kashi) ના પ્રવાસે છે. PM મોદી આજે એક દિવસમાં લગભગ 1800 કિલોમીટરની હવાઈ મુસાફરી કરવાના છે. એક દિવસની આ યાત્રા બતાવે છે કે PM કયા મોડમાં છે. PM મોદીની યાત્રા ગુજરાતથી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદમાં લાખો ખેડૂતો (Farmers) ના અભિવાદન સાથે PM મોદીને આવકારવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

સવારે 10.45 વાગ્યે PM મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પહોંચશે, જ્યાં અમૂલ બ્રાન્ડ આપનાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Cooperative Milk Marketing Federation) તેની સુવર્ણ જયંતિ ઉજવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના 18 હજાર 600 ગામોના 1.25 લાખથી વધુ ડેરી ખેડૂતો ભાગ લેશે. ખાસ વાત એ છે કે આ ફંક્શનમાં 45 ટકા ડેરી ખેડૂતો મહિલાઓ હશે.

PM મોદી વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરશે

વડાપ્રધાન મોદી મહેસાણા બપોરે 12:45 કલાકે પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરશે અને દર્શન કરશે. બપોરે લગભગ 1 વાગ્યે, તરભ મહેસાણામાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને રૂ. 13,500 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વાડીનાથ ધામ જે ગુજરાતની સૌથી મોટી ગદ્દી એટલે કે રબારીની ગદ્દી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં રબારી સમાજની વસ્તી 70 લાખ જેટલી છે. આ મંદિરમાં 900 વર્ષ પહેલાં પ્રગટ થયેલું શિવલિંગ સ્થાપિત છે. મંદિરનું નિર્માણ 14 વર્ષ પહેલા શરૂ થયું હતું અને આજે પૂર્ણ થયું છે. લગભગ 150 ફૂટ ઊંચું અને 165 ફૂટ પહોળું આ મંદિર 1.5 લાખ ઘનફૂટમાં ફેલાયેલું છે. રાજસ્થાન અને ઓડિશાના શિલ્પકારોએ 12 વર્ષની કોતરણી બાદ અહીં 68 ધાર્મિક સ્તંભ બનાવ્યા છે. વાળીનાથ બાદ PM મોદી લગભગ 04:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ રૂ. 47,000 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે લગભગ 06:15 વાગ્યે તેઓ કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે અને બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ પણ વાંચો – PM MODI : રેલ, ઊર્જા, આરોગ્ય, પાણી, પ્રવાસન ક્ષેત્રે કરોડોના વિકાસકાર્યો દેશને કરશે સમર્પિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

આ પણ વાંચો – PM Modi Gujarat Visit : PM Modi ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ગુજરાતની જનતાને આપશે ભેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter