+

PM Modi : ઓડિશા અને આસામમાં કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે

PM Modi Visit : PM નરેન્દ્ર મોદી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ ઓડિશા અને આસામની (PM Modi Visit)  બે દિવસની મુલાકાતે . તેઓ આજે બપોરે લગભગ 2:15 વાગ્યે ઓડિશાના સંબલપુરમાં…

PM Modi Visit : PM નરેન્દ્ર મોદી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ ઓડિશા અને આસામની (PM Modi Visit)  બે દિવસની મુલાકાતે . તેઓ આજે બપોરે લગભગ 2:15 વાગ્યે ઓડિશાના સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 68,000 કરોડથી વધુના મૂલ્યના અનેક માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે કુદરતી ગેસ, કોલસો અને વીજ ઉત્પાદન સંબંધિત અનેક પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન, સમર્પણ અને શિલાન્યાસ દ્વારા ઉર્જા ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળશે. ઓડિશા અને આસામમાં રોડ, રેલવે અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મહત્વની યોજનાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

ઓડિશા માટે 68 કરોડ અને આસામ માટે 11 હજાર કરોડ
PM Modi Visit ઓડિશા માટે રૂ.68 હજાર કરોડ અને આસામ માટે રૂ.11 હજાર કરોડના બહુઆયામી વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.તેઓ સંબલપુર,ઓડિશા ખાતે 2400 K મેગા થર્મલ પાવર પ્લાન્ટ NLC ઈન્ડિયા લિમિટેડનો શિલાન્યાસ કરશે અને અન્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.આસામમાં કામાખ્યા દિવ્ય પ્રોજેક્ટ (Maa Kamakhya Access Corridor) નો શિલાન્યાસ કરીને તેઓ શ્રદ્ધાળુઓ માટે ઘણી વિશ્વસ્તરીય સુવિધાઓનો શિલાન્યાસ કરશે.

PM ઉર્જા ગંગા યોજનાનું  કરશે ઉદ્ઘાટન 
PM Modi Visit કામાખ્યા મંદિરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે મા કામાખ્યા દિવ્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. રમતગમત અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી વધારવાના પ્રોજેક્ટ્સ ગુવાહાટીમાં મુખ્ય ફોકસ ક્ષેત્રો હશે.દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ,ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના હેતુથી અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે, રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે અને ઓડિશાના સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમમાં શિલાન્યાસ કરવામાં આવશે.પ્રધાનમંત્રી જગદીશપુર-હલ્દિયા અને બોકારો-ધામરા પાઈપલાઈન પ્રોજેક્ટના ધામરા – અંગુલ પાઈપલાઈન સેક્શન (412 કિમી)નું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રી ઊર્જા ગંગા હેઠળ રૂ.2450 કરોડથી વધુના ખર્ચે બનેલ આ પ્રોજેક્ટ ઓડિશાને નેશનલ ગેસ ગ્રીડ સાથે જોડશે.

ગુવાહાટીને 11,599 કરોડ રૂપિયાની ભેટ આપશે
PM મોદી સંબલપુરમાં IIM કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.વડાપ્રધાન શનિવારે એટલે કે આજે સાંજે ગુવાહાટીમાં રૂ.11,599 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઉત્તર-પૂર્વ ક્ષેત્ર માટે PM-DEVNE યોજના હેઠળ રૂ.498 કરોડની મા કામાખ્યા દિવ્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટી એરપોર્ટનું નવું ટર્મિનલ જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે.

આસામમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન મુંબઈ-નાગપુર-ઝારસુગુડા પાઈપલાઈનના ‘નાગપુર ઝારસુગુડા નેચરલ ગેસ પાઈપલાઈન સેક્શન (692 કિમી)નો શિલાન્યાસ પણ કરશે. 2660 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટ ઓડિશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં કુદરતી ગેસની ઉપલબ્ધતામાં સુધારો કરશે.પ્રધાનમંત્રી રૂ. 3400 કરોડના ખર્ચે અનેક રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશેજે અંતર્ગત 38 પુલ સહિત 43 રસ્તાઓને દક્ષિણ એશિયા સબ-રિજનલ ઇકોનોમિક કોઓપરેશન (SASEC) કોરિડોર કનેક્ટિવિટીના ભાગરૂપે અપગ્રેડ કરવામાં આવશે. વડા પ્રધાન ડોલાબારીથી જમુગુરી અને વિશ્વનાથ ચરિયાલીથી ગોહપુર એમ બે 4-લેન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો – શું Acharya Pramod Krishnam કોંગ્રેસનો સાથ છોડશે? પ્રધાનમંત્રીના કર્યા ભરપૂર વખાણ

 

Whatsapp share
facebook twitter