+

સંસદમાં PM મોદી ખાસ બ્લુ જેકેટ પહેરેલા જોવા મળ્યા, બે દિવસ પહેલા જ મળી છે ગીફ્ટ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બુધવારે (8 ફેબ્રુઆરી) બજેટ પર ચર્ચા દરમિયાન સંસદમાં પહોંચ્યા, ત્યારે તેઓ ખાસ બ્લુ જેકેટમાં જોવા મળ્યા હતા. આ જેકેટ વપરાયેલી પ્લાસ્ટીકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું છે. આ જેકેટ PM મોદીને સોમવારે (6 ફેબ્રુઆરી) જ ગિફ્ટ કરવામાં આવ્યું હતું. બે દિવસ પછી પીએમ તેને પહેરીને સંસદ પહોંચ્યા હતા.રિસાયકલ પ્લાસ્ટિક બોટલમાંથી બન્યુ જેકેટ6 ફેબ્રુઆરીએ બેંગ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બુધવારે (8 ફેબ્રુઆરી) બજેટ પર ચર્ચા દરમિયાન સંસદમાં પહોંચ્યા, ત્યારે તેઓ ખાસ બ્લુ જેકેટમાં જોવા મળ્યા હતા. આ જેકેટ વપરાયેલી પ્લાસ્ટીકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું છે. આ જેકેટ PM મોદીને સોમવારે (6 ફેબ્રુઆરી) જ ગિફ્ટ કરવામાં આવ્યું હતું. બે દિવસ પછી પીએમ તેને પહેરીને સંસદ પહોંચ્યા હતા.
રિસાયકલ પ્લાસ્ટિક બોટલમાંથી બન્યુ જેકેટ
6 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા સપ્તાહનો ઉદ્દેશ્ય ઉર્જા સંક્રમણ મહાસત્તા તરીકે ભારતની વધતી જતી શક્તિને દર્શાવવાનો હતો. અહીં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને પીએમ મોદીને એક ખાસ જેકેટ અર્પણ કર્યું હતુ, જે રિસાઈકલ પીઈટી બોટલમાંથી બનાવવામાં આવ્યું હતું.
ગ્રીન હાઇડ્રોજન મિશન
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે 19,700 કરોડ રૂપિયાના ખર્ચ સાથે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કર્યું છે, જે અર્થતંત્રને નીચી કાર્બન તીવ્રતામાં સંક્રમણની સુવિધા આપશે. આ સાથે તે અશ્મિભૂત ઇંધણની આયાત પર નિર્ભરતા ઘટાડશે અને દેશને આ ક્ષેત્રમાં ટેક્નોલોજી અને બજારનું નેતૃત્વ કરવાની તક આપશે.
બેંગલુરુ ટેકનોલોજી, પ્રતિભા અને ઊર્જાથી ભરપૂર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદીએ બેંગલુરુને ટેકનોલોજી, પ્રતિભા અને નવીનતાની ઉર્જાથી ભરેલું શહેર ગણાવ્યું છે. પીએમે કહ્યું કે મારી જેમ તમે પણ અહીં યુવા ઉર્જાનો અનુભવ કરશો. ભારતના G-20 પ્રેસિડેન્સી કેલેન્ડરની આ પ્રથમ મોટી ઉર્જા ઇવેન્ટ છે. તેમણે કહ્યું કે IMF દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણ દર્શાવે છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter