+

મતદાન કરી બપોરે દિલ્હી પહોંચશે વડાપ્રધાનશ્રી, આગામી ચૂંટણીઓને લઈને દિલ્હીમાં કરશે બેઠક

દિલ્હીમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસિય બેઠકવડાપ્રધાન મોદી બે દિવસિય બેઠકની કરાવશે શરૂઆતરાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડા કરશે અધ્યક્ષતાBJP Meeting : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પુર્ણ થતાની સાથે જ આગામી વર્ષે યોજાનારી ચૂંટણીની તૈયારી શરૂ કરવા જઈ રહ્યું છે. ભાજપ (BJP) અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાએ (J.P. Nadda) દિલ્હીમાં બે દિવસીય ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સોમવારે યોજાનાàª
  • દિલ્હીમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસિય બેઠક
  • વડાપ્રધાન મોદી બે દિવસિય બેઠકની કરાવશે શરૂઆત
  • રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડા કરશે અધ્યક્ષતા
BJP Meeting : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પુર્ણ થતાની સાથે જ આગામી વર્ષે યોજાનારી ચૂંટણીની તૈયારી શરૂ કરવા જઈ રહ્યું છે. ભાજપ (BJP) અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાએ (J.P. Nadda) દિલ્હીમાં બે દિવસીય ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સોમવારે યોજાનારી આ બેઠકની શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) કરશે. આવતીકાલે અમદાવાદ (Ahmedabad) ખાતે વડાપ્રધાનશ્રી મતદાન કરી બપોર સુધીમાં તેઓ દિલ્હી (Delhi) પહોંચશે અને અહીં બેદિવસિય આ બેઠકની તેઓ શરૂઆત કરાવશે. જેમાં તેઓ ભાજપના પદાધિકારીઓને સંબોધશે અને આગામી ચૂંટણીને લઈને જરૂરી દીશાનિર્દેશ કરશે.
આગામી ચૂંટણીની તૈયારી
બે દિવસ ચાલનારી આ રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં આગામી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પર વિચાર વિમર્શ અને મંથન કરવામાં આવશે. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની (J.P. Nadda) અધ્યક્ષતામાં થશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) પણ સામેલ થઈ શકે છે. આ દરમિયાન ચૂંટણી સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ ચર્ચા કરશે.
આ રાજ્યોમાં ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષ 2023માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, કર્ણાટક, ત્રિપુરા, મુઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઈને ભાજપે (BJP) અત્યારથી જ કમરકસી લીધી છે. તો વર્ષ 2023માં તેલંગણા અને જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.
બેઠકમાં મંથન થશે
આ બેઠકમાં જે-જે રાજ્યોમાં ચૂંટણી સંપન્ન થઈ છે તે રાજ્યોની ચૂંટણી સંબંધિત રિપોર્ટ પર ચર્ચા થશે. ગુજરાત અને હિમાચલપ્રદેશના પ્રભારી વિધાનસભા ચૂંટણીને લઈને પોતાનો રિપોર્ટ બેઠકમાં રજુ કરશે. દિલ્હીના પ્રભારી પણ MCD ચૂંટણી સાથે જોડાયેલો રિપોર્ટ આપશે. જેના પર વિસ્તારથી ચર્ચા થવાની આશા છે તથા આગામી વર્ષ 2023માં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોના પ્રભારીઓ પણ પોતાના રાજ્યોની ચૂંટણી તૈયારીઓનો રિપોર્ટ બેઠકમાં રજુ થશે. તે સિવાય વર્ષ 2024 માટેની લોકસભાની ચૂંટણીને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter