Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi ઓડિશા-આસામને આપશે હજારો કરોડની ભેટ, જાણો સંપૂર્ણ વિગત

05:09 PM Feb 03, 2024 | VIMAL PRAJAPATI

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે બે દિવસ માટે ઓડિશા અને આસામના પ્રવાસે છે. ઓડિસાના સંબલપુરમાં એક સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી 68,000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચની પરિયોજનાઓનું ઉદ્ઘાટન,લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે જવાના છે. પ્રધાનમંત્રીએ ઓડિસામાં 68 હજાર કરોડ અને આસામ માટે 11 કરોડની બહુપરીમાણીય વિકાસની યોજાનાઓ લોન્ચ કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, તેઓ સંબલપુર, ઓડિશા ખાતે 2400 K મેગા થર્મલ પાવર પ્લાન્ટ NLC ઈન્ડિયા લિમિટેડનો શિલાન્યાસ કરશે અને અન્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આસામમાં કામાખ્યા દિવ્ય પ્રોજેક્ટ (માં કામાખ્યા એક્સેસ કોરિડોર)નો શિલાન્યાસ કરીને તેઓ શ્રદ્ધાળુઓ માટે ઘણી વિશ્વસ્તરીય સુવિધાઓનો શિલાન્યાસ કરશે.

આ સાથે સાથે વધુમાં જણાવીએ તો ઓડિસાને નેશનલ ગેસ ગ્રિડથી જોડવા માટે 2450 કરોડ રુપિયાની પીએમ ઉર્જા ગંગા યોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, આ યોજના 412 કિલોમીટર લાંબી ધામરા-અંગુલ પાઈપલાઈન વિભાગને જગદીશપુર-હલ્દિયા અને બોકારો-ધામરા પ્રોજેક્ટ સાથે જોડે છે. પ્રધાનમંત્રી મોદી 2045 કરોડની ત્રણ પરિવર્તનકારી રાજમાર્ગ યોજનાઓનું પણ લોકાર્પણ કરવાના છે.

PM મોદી સંબલપુરમાં IIM કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

મળતી વિગતો પ્રમાણે પ્રધાનમંત્રી શનિવારે ગુવાહાટીમાં 11,599 કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.ઉત્તર-પૂર્વ ક્ષેત્ર માટે PM-DEVNE યોજના હેઠળ રૂ. 498 કરોડનો માં કામાખ્યા દિવ્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટી એરપોર્ટનું નવું ટર્મિનલ જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે. આ સાથે મંદિરને સિક્સ લેન રોડ સાથે જોડવા માટે રૂ. 358 કરોડનો પ્રોજેક્ટ શરૂ થશે. આસોમ માલા-2 અંતર્ગત 3446 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 43 રસ્તાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મોદી 300 કરોડ રૂપિયાના કાઝીરંગા કુથોરીથી દીપુ સુધીના ફોર લેન રોડનો શિલાન્યાસ કરશે. આ સાથે ચંદ્રપુરમાં સ્પોર્ટસ સ્ટેડિયમ અને નહેરૂ સ્ટેડિયમને ફિફા લેવલના સ્ટેડિયમ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે.

આ પણ વાંચો: કરાચીમાં જન્મેલા L.K Advani 1947માં પાકિસ્તાન છોડી ભારત આવી ગયા અને…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ