Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી, યુક્રેન સંકટ પર ચર્ચા કરી

10:40 AM Apr 26, 2023 | Vipul Pandya

વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ
વાતચીત બંને દેશના નેતાઓ વચ્ચે ફોન પર થઈ હતી. પુતિન સાથેની વાતચીત દરમિયાન પીએમ
મોદીએ યુક્રેન સંકટ પર ભારતની સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો અને તેનો ઉકેલ શોધવા માટે
રાજદ્વારી પદ્ધતિઓ અપનાવવાની વાત કરી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની
વચ્ચે વડાપ્રધાન મોદીએ ભૂતકાળમાં ઘણી વખત વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે.


યુક્રેન
સંકટ ઉપરાંત બંને દેશોએ દ્વિપક્ષીય વેપાર સહિત અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ સાથે પુતિનની ભારત મુલાકાત દરમિયાન લેવાયેલા નિર્ણયોના અમલીકરણની પણ આજની ચર્ચા
દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી.
જણાવી
દઈએ કે પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકી સાથે પણ યુક્રેન
સંકટને લઈને વાત કરી છે. વડાપ્રધાન મોદી પહેલા જ બંને દેશોને વાતચીત દ્વારા યુદ્ધ
સંકટનો ઉકેલ શોધવાની અપીલ કરી ચૂક્યા છે.

આંતરરાષ્ટ્રીય
ઊર્જા અને ખાદ્ય બજાર પર ચર્ચા

મળતી
માહિતી મુજબ
, આજની વાતચીત દરમિયાન પીએમ મોદીએ રશિયા
સાથે ખાદ્ય સુરક્ષા સહિત ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. વડા પ્રધાન કાર્યાલયના
જણાવ્યા અનુસાર
, પીએમ મોદી અને પુતિન વચ્ચે કૃષિ
કોમોડિટીઝ
, ફાર્મા ઉત્પાદનો અને ખાતરો અંગે ચર્ચા
થઈ હતી. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય ઉર્જા અને ખાદ્ય બજારોમાં વર્તમાન પરિસ્થિતિ પર
વિચારોનું આદાન-પ્રદાન કર્યું.


તમને
જણાવી દઈએ કે પુતિન ડિસેમ્બર 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત
દરમિયાન બંને દેશો વચ્ચે 2+2 મંત્રી સ્તરીય વાટાઘાટો થઈ હતી. બંને દેશો વચ્ચેના
સદીઓ જૂના સંબંધોને મજબૂત કરવા માટે આ વાતચીતમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં
આવ્યા હતા.