Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi: વડાપ્રધાન મોદીએ શેર કર્યો વીડિયો, શરૂ કર્યું ‘મેરા ભારત, મેરા પરિવાર’ અભિયાન

03:41 PM Mar 16, 2024 | VIMAL PRAJAPATI

PM Modi: આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપ અત્યારે જોરદાર પ્રચાર કરી રહ્યું છે. વડાપ્રધાન મોદી પણ અત્યારે અનેક રાજ્યોમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર કરી રહ્યાં છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેરા ભારત, મેરા પરિવાર’ અભિયાનની શરૂઆત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને આ અભિયાનની શરૂઆત કરી છે. વીડિયો પોસ્ટ કરીને વડાપ્રધાન મોદી દ્વારા અભિયાનનું થીમ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે.

‘મેં હું મોદી કા પરિવાર’ નું અભિયાન ચાલાવ્યું

ઉલ્લેખનીય છે કે, આજે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીના તારીખો જાહેર કરી શકે છે. જ્યારે વડાપ્રધાન મોદીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં મોદી સરકારની કિસાન સન્માન નિધિ યોજના, હર ઘર નળ યોજના, ઉજ્જવલા યોજના અને પીએમ આવાસ યોજના જેવી યોજનાઓ બતાવવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઈ રહ્યો છે. ‘મેરા ભારત, મેરા પરિવાર’ અભિયાન થકી અત્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર થઈ રહ્યો છે.

‘મેં હું મોદી કા પરિવાર’ નું અભિયાન પણ ચાલી રહ્યું છે

નોંધનીય છે કે, દર વર્ષે લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં 2014 થી લઈને 2019 ના અભિયાન વીડિયો પણ સામે આવેલા છે. જો કે, અત્યારે તો બીજેપીના દરેક મંત્રીઓ, નેતાઓ અને કાર્યકર્તાઓ સુધીના લોકોએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ‘મેં હું મોદી કા પરિવાર’ નું અભિયાન ચાલાવ્યું છે.

દેશના 140 કરોડ લોકો મારો પરિવારઃ પીએમ મોદી

હાલમાં જ પરિવારવાદ પર આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ એક જનસભા દરમિયાન કહ્યું હતું કે દેશના 140 કરોડ લોકો મારો પરિવાર છે. આ પછી બીજેપી નેતાઓએ પણ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પોતાના નામની આગળ ‘મોદીનો પરિવાર’ લખવાનું શરૂ કર્યું. ગત લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે ‘મેં ભી ચોકીદાર’ અભિયાન ચલાવ્યું હતું. હકીકતમાં, રાફેલ ડીલને લઈને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ ‘ચોકીદાર ચોર હૈ’ ના નારા લગાવ્યા હતા. જેના જવાબમાં પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના નામની આગળ ચોકીદાર લખી દીધું હતું. એ જ રીતે પીએમ મોદીને અનુસરીને બીજેપીના અન્ય નેતાઓએ તેમના નામની આગળ ‘મૈં ભી ચોકીદાર’ લખવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો
આ પણ વાંચો: Lok Sabha Election 2024: ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા PM મોદીનો ભાવનાત્મક સંદેશ
આ પણ વાંચો: અમિત શાહે પાકિસ્તાનને આપી ચેતાવણી, કહ્યું – POK ભારતનું છે અને ત્યાંના લોકો પણ…